આ રીતે google મેપથી ચેક કરી શકો છો લાઇવ ટ્રેન સ્ટેટસ

લાઇવ ટ્રેનના ફિચરની મદદથી યૂઝર્સને આગમન- વિલંબ અને સમયમાં ફેરફાર વિશે પણ જાણકારી મળશે.

આ સુવિધાઓ સૌ પ્રથમ Google નકશા પર ભારતમાં આપવામાં આવી છે. લાઇવ ટ્રેનના ફિચરની મદદથી યૂઝર્સને આગમન વિલંબ અને સમયમાં ફેરફાર વિશે પણ જાણકારી મળશે.

  • Share this:
    Google એ તેમના નેવીગેશન એપને અપડેટ કર્યો જેમા ભારતીય યૂઝર્સ શહેરનો લાઇવ ટ્રાફિક સહિત બસનો ટ્રાવેલ ટાઇમ પણ ચેક કરી શકે છે, સાથે જ એપ પર એ પણ જાણકારી મેળવી શકશે કે ક્યાથી ક્યા જનારી ટ્રેનનો સૌથી સારો રુટ ક્યો છે. ઓટો રિક્સા લેવી યોગ્ય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ. આ ઉપરાંત ત્રીજી મોટી ખાસિયત એ છે કે ટ્રેનનું લાઇવ સ્ટેટસ ચેક કરવું.

    આ સુવિધા સૌથી પહેલા Google નકશા પર આપવામાં આવી છે. લાઇવ ટ્રેનના ફિચરની મદદથી યૂઝર્સને આગમન વિલંબ અને સમયમાં ફેરફાર વિશે પણ જાણકારી મળશે.
    આ ફિચરની મદદથી ટ્રેનની હાજર સ્થિતિને પણ જાણી શકશે. આ ફિચર 'Where is my train' એપ સાથે છેલ્લા વર્ષે થયેલી પાર્ટનરશિપ કર્યા બાદ આવ્યું છે. નવા ફિચરથી યૂઝર્સ ટ્રેનનો પૂરો રુટ જોઇ શકશે અને સ્ટેશન સુધી જવા માટે તેને મેપ્સ ખૂબ જ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપ્શનની સલાહ આપશે.

    આ પણ વાંચો: ઇન્ટરનેટ વગર પણ Google Maps પર આ રીતે શોધો રસ્તો



    જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રેનોની લાઇવ સ્થિતિને જોવા માંગો છો, તો તમારે પહેલા તેનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. ત્યારબાદ તમારે તેના સ્ટેપ્સ ફોલો કરવા જરુરી છે.
    >> તમારા સ્માર્ટફોનમાં Google નકશાની એપ્લિકેશન ખોલો.
    >> ડેસ્ટિનેશન ટ્રેનમાં સ્ટેશન અથવા લોકેશનનું નામ સર્ચ બારમાં લખીને સર્ચ કરો. ઉદાહરણ તરીકે જો ટ્રેન નવી દિલ્હીથી જયપુર જઇ રહી છે તો જયપુર ડેસ્ટિનેશન સ્ટેશન હશે. સર્ચમાં દેખાઇ રહેલા ડાયરેક્શન બટન પર ટેપ કરો.
    >> ત્યારબાદ'Two-wheeler' અને 'Walk' વચ્ચે દેખાતા 'ટ્રેન' વિકલ્પ પર ટેપ કરો.
    >> હવે રુટ વિકલ્પોમાં દેખાતા ટ્રેન આયકન પર ટેપ કરો.
    >> તમે ટ્રેનના નામ પર ટેપ કરીને તેની લાઇવ સ્થિતિ જાણી શકો છો. હાલ આ ફિચર લાંબા રુટની ટ્રેન માટે જ કામ કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published: