આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

દૂરસંચાર વિભાગે બનાવી TAFCOP વેબસાઇટ. (પ્રતીકાત્મક તસવીર)

TAFCOP portal: સિમ કાર્ડના દુરુપયોય અને તેની સાથે થઈ રહેલી છેતરપિંડીથી બચવા માટે દૂરસંચાર વિભાગે શરૂ કરી ખાસ સર્વિસ

  • Share this:
    નવી દિલ્હી. હાલના દિવસોમાં કોઈને પણ આધાર કાર્ડના (Aadhaar Card) નંબરના આધારે કોઈને પણ મોબાઇલ નંબર ઇશ્યૂ (New Mobile Number Issue) થવાના મામલા સામે આવી રહ્યા છે. આવા મામલા એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે ફિંગર પ્રિન્ટની (Fingerprint) સાથે ઇ-કેવાયસીની પ્રક્રિયાનો (E-KYC) તોડ શોધવો સરળ છે. હવે આ સમસ્યાને દૂર કરવા અને સિમ કાર્ડના દુરુપયોય (Sim Card Misuge) અને તેની સાથે થઈ રહેલી છેતરપિંડીથી બચવા માટે, દૂરસંચાર વિભાગે (Department of Telecommunications- DoT) હાલમાં જ એક પોર્ટલ શરુ કર્યું છે જે કોઈ પણ આધાર કાર્ડ નંબર પર ફાળવવામાં આવેલા મોબાઇલ નંબરો વિશે જાણકારી આપી શકશે. આ પોર્ટલનું નામ ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યૂમર પ્રોટેક્શન (TAFCOP) છે.

    દૂરસંચાર વિભાગે (DoT) ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યૂમર પ્રોટેક્શન (TAFCOP) વેબસાઇટ પર ઉલ્લેખ કર્યો છે કે, આ વેબસાઇટ સબ્સક્રાઇબર્સની મદદ કરશે, તેમના નામ પર એક્ટિવ કનેક્શનની સંખ્ય વિશે માહિતી આપશે અને તેમના વધારાના મોબાઇલ કનેક્શનને નિયમિત કરવા માટે આવશ્યક કાર્યવાહી કરવા માટે વિકસિત કરવામાં આવી છે.

    આ પણ વાંચો, Best 5G Smartphones: સપ્ટેમ્બરમાં તમે ખરીદી શકશો રૂ. 30,000થી પણ ઓછી કિંમતમાં આ 5G સ્માર્ટફોન

    અમે આપને જણાવવા જઈ રહ્યા છે કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા આપના નંબર સાથે જોડાયેલા આધાર વધુ કેટલા નંબર ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

    1. તમે ટેલીકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યૂમર પ્રોટેક્શન પોર્ટલ (TAFCOP)- https://tafcop.dgtelecom.gov.in/ પર જાઓ.
    2. પછી પોતાનો મોબાઇલ નંબર (Mobile Number) એન્ટર કરો.
    3. પછી ઓટીપી રિક્વેસ્ટ (OTP Request) પર ક્લિક કરવાનું રહેશે.
    4. બાદમાં વેલિડ ઓટીપી (Valid OTP) એન્ટર કરો.
    5. ત્યારબાદ આધાર નંબર સાથે જોડાયેલા તમામ નંબર વેબસાઇટ પર જોવા મળશે.
    6. આ નંબરોની યાદીમાંથી તમે એ નંબરો અંગે રિપોર્ટ કરી શકો છો અને બ્લોક કરાવી શકો છો, જે ઉપયોગમાં નથી કે પછી આપને જરૂરિયાત નથી. જો આપને કોઈ નંબર પર આશંકા જાય છે તો તમે તે અંગે રિપોર્ટ પણ કરી શકો છો.

    આ પણ વાંચો, iPhone 13 ખરીદવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો? તો જરા થોભી જાઓ

    એક આધાર નંબર પર જાહેર કરવામાં આવેલા નવથી વધુ નંબરવાળા લોકોને એક SMS મોકલવામાં આવશે. સરકારી નિયમો મુજબ, એક મોબાઇલ ગ્રાહક પોતાના નામે મહત્તમ 9 મોબાઇલ કનેક્શન રજિસ્ટર કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: