Home /News /tech /Appleની 14 સપ્લાયર કંપનીઓ ચીન છોડીને ભારત આવશે, સરકારની મંજૂરી, હવે દેશમાં સસ્તામાં મળશે iPhone!
Appleની 14 સપ્લાયર કંપનીઓ ચીન છોડીને ભારત આવશે, સરકારની મંજૂરી, હવે દેશમાં સસ્તામાં મળશે iPhone!
Appleની સપ્લાયર કંપનીઓ ચીન છોડી ભારત આવશે
એક અહેવાલ મુજબ, ચીનના લગભગ 14 Apple સપ્લાયરોને ભારત સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આનાથી ભારતમાં મોટા પાયે આઇફોન મેન્યુફેક્ચરિંગનો રસ્તો સાફ થઈ જશે તેવું લાગે છે.
નવી દિલ્હી: ચીનના 14 Apple સપ્લાયરોને સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતમાં સ્માર્ટફોનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બ્લૂમબર્ગને ટાંકીને આ જાણકારી સામે આવી છે.
તેના એક અહેવાલમાં, બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે Luxshare Precision અને લેન્સમેકર સની ઓપ્ટિકલ ટેક્નોલોજીનું એક યુનિટ મંજૂર કરાયેલી કંપનીઓની યાદીમાં સામેલ છે.
આ મંજૂરીને ભારતમાં સંપૂર્ણ મંજૂરી તરફના પગલા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આ સપ્લાયર્સે ભારતમાં સંયુક્ત સાહસ ભાગીદાર શોધવું પડશે.
જ્યારે કોર્પોરેશનો ચાઇના+1 તરીકે ઓળખાતા અન્ય ભૌગોલિક વિસ્તારોમાં તેમની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ભારત ઝડપથી આઇફોન ઉત્પાદનનું મુખ્ય હબ બની રહ્યું છે.
આ છે પૂર્વાનુમાન
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં તાઈવાનના ડિજીટાઈમ્સ અખબારના સંશોધન એકમના વિશ્લેષક લ્યુક લિનની આગાહી અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વમાં બેમાંથી એક આઈફોનનું ઉત્પાદન કરી શકે છે, જ્યારે વર્તમાન ટકાવારી 5 કરતા ઓછી છે.