ટેલીકૉમ રેગ્યુલેટરી એથૉરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ ગુરુવારે એક ચેનલ સેલેક્ટર એપ (Channel Selector APP) લોન્ચ કર્યું છે. આ એપની મદદથી ગ્રાહક પોતાના ટીવી સબ્સક્રિપ્શન (TV Subscription)ને જોઇ શકશે અને પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરી શકશે. ચેનલ સિલેક્ટ એપથી તમે તે ચેનલોને હટાવી શકો છો જેને તમે નથી જોવા માંગતા.
ટ્રાઇએ ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બ્રોડકાસ્ટિંગ સર્વિંસને લઇને નવા ટેરિફ નિર્દેશને જાહેર કર્યા પછી હવે જોવા મળ્યું હતું કે ગ્રાહકોને પોતાના ડિસ્ટ્રિબ્યૂટેડ પ્લેટફોર્મ ઓપરેટર્સ (DPO)થી વેબ પાર્ટલ તથા એપ દ્વારા ચેનલ પસંદ કરવાની ખૂબ મુશ્કેલીઓ આવી રહી હતી.
જેને જોતા ટ્રાઇએ એક એપને ડેવલપ કરવાનો નિર્ણય કર્યો. અને ડીપીઓથી ડેટા પ્રાપ્ત કરશે. વર્તમાનમાં આ ચેનલ સેલેક્ટ એપ પ્રમુખ ડીટીએચ ઓપરેટર્સ અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સની સાથે કામ કરી રહ્યું છે જો કે ટ્રાઇએ તે પણ કહ્યું કે આ સુવિધા અન્ય સર્વિસ પ્રોવાઇડર્સની સાથે પણ જોડી શકાશે.
રેગ્યુલેટર કહ્યું છે કે તેમણે ટીવી ચેનલ સેલેક્ટર એપને ડેવલેપ કર્યું છે. જેથી ગ્રાહકોમાં પારદર્શીકતા અને વિશ્વાસનીયતા સાથે સિસ્ટમ દ્વારા ટીવી ચેનલ સિલેક્ટ કરવાની તક મળશે. આ પ્રક્રિયામાં સબ્સક્રાઇબર્સને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ઓથેન્ટિકેટ કરવામાં આવશે.
જો કોઇ સબ્સક્રાઇબરે પોતાના DPOની સાથે મોબાઇલ નંબર રજિસ્ટર નથી કરાવ્યો તો તેની ટીવી સ્ક્રીન પર OTP મોકલવામાં આવશે.
ગ્રાહક આ એપ દ્વારા પોતાની ગમતી ચેનલ હાલના દર કે ઓછા દરે પસંદ કરી શકશે. તેમની પાસે સબ્સક્રિપ્શન રિકવેસ્ટને રિયલ ટાઇમ સ્ટેટસ કરવાની છૂટ પણ હશે.
વધુ વાંચો :
દુનિયાના નક્શા પર નવા ખંડ - જીલૈન્ડિયા વિષે તમે આ વાત જાણો છો?
ટ્રાઇના ચેનલ સેલેક્ટર એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર મળશે.
આ એપની વધુ ખાસિયત એ છે કે તે ડીટીએચ કે કેબલ ઓપરેટર્સને રિક્વેસ્ટ મોકલતા પહેલા ગ્રાહક પોતાના સેલેક્શનને ઓપ્ટિમાઇઝ કરી શકશે જેથી તેમણે ખર્ચ કરેલ પૈસાથી સૌથી સારી ચેનલ સુવિધા મળી શકે.
ઉલ્લેખનીય છે કે ટ્રાઇએ માર્ચ 2017માં જ બ્રૉડકાસ્ટિંગ એન્ડ કેબલ સર્વિસને લઇને નવી રેગ્યુલેટરી ફ્રેમવર્કને અધિસૂચિત કર્યું હતું. અને આ નવા ફ્રેમવર્ક મુજબ 29 ડિસેમ્બર 2018ના રોજ લાગુ પણ કર્યું હતું. જે હેઠળ ગ્રાહકોને પોતે જેટલી ચેનલ જુએ છે તેના જ પૈસા ભરવાની છૂટ મળે છે.