શું તમને ખબર છે ? Facebookકે પોતાનું લૂકમાં ફેરફાર કર્યા છે

News18 Gujarati
Updated: April 20, 2018, 2:51 PM IST
શું તમને ખબર છે ? Facebookકે પોતાનું લૂકમાં ફેરફાર કર્યા છે
ડેટા ફર્મ કંપની કેમ્બ્રિઝ એનાલિટીકા સાથે ડેટા લિક વિવાદમાં ફસાયેલી દુનિયાની પ્રખ્યાત સોશિયલ મીડિયા કંપની ફેસબુકે યુઝર્સના ડાટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની સેટિંગમાં જરૂરી ફેરફાર કર્યા છે.

ડેટા ફર્મ કંપની કેમ્બ્રિઝ એનાલિટીકા સાથે ડેટા લિક વિવાદમાં ફસાયેલી દુનિયાની પ્રખ્યાત સોશિયલ મીડિયા કંપની ફેસબુકે યુઝર્સના ડાટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની સેટિંગમાં જરૂરી ફેરફાર કર્યા છે.

  • Share this:
ડેટા ફર્મ કંપની કેમ્બ્રિઝ એનાલિટીકા સાથે ડેટા લિક વિવાદમાં ફસાયેલી દુનિયાની પ્રખ્યાત સોશિયલ મીડિયા કંપની ફેસબુકે યુઝર્સના ડાટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની સેટિંગમાં જરૂરી ફેરફાર કર્યા છે. ફેસબુકે કરેલા ફેરફારમાં પ્રાઇવસી સેટિંગ ઓપ્શનને અપડેટ કરવાની સાથે જ આને પહેલાથી વધારે સરળ બનાવી દીધું છે.

યુરોપ દેશોમાં ફેસબુક માટે અલગ નિયમ

ગત દિવસોમાં વૈશ્વિક સ્તરે ફેસબુક પોતાના યુઝર્સને નોટિફિકેશન મોકલીને જણાવી રહ્યું છે કે, પોતાની પ્રાઇવસી સેટિંગ રેગુલેટ કરી શકે છે. ફેસબુકના ચીફ પ્રાઇવસી ઓફિસર એરિન એગનને જણાવ્યું હતું કે, કંપની આ અઠવાડિયે યુરોપીન દેશોમાં યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા નિયમ લાગુ કરશે. આ સથે વૈશ્વિક ફેસબુક ડાટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ફેરફાર કર્યા છે. ત્યારબાદ યુઝર્સ પોતાના પ્રાઇવસી સેટિંગને રિવ્યુ કરી શકે છે.યુઝર્સ પોતે જ નક્કી કરશે પોતાની એડ

અત્યારે ફેસબુક ઉપર યુઝર્સના ઇનરેસ્ટ અને પ્રોફાઇલના હાજર બેસિક ઇન્ફોર્મેશનના આધારે એડ દેખાય છે. પરંતુ નવા નિયમો અંતર્ગત ફેસબુક પોતાના યુઝર્સ પાસે ઓપ્શન આપે છે કે યુઝર્સ ઇચ્છે તો પોતાની પ્રાઇવસી સેટિંગમાં જરૂરી ફેરફાર કરીને ખાનગી ડેટાની શેયરિંગ રોકી શકે છે. ત્યારબાદ યુઝર્સે પોતાની લાઇક, એક્ટિવિટી અને રિસ્પોન્સના આધારે પર એડ નહીં દેખાડે.

Layoutમાં ફેરફાર

પ્રાઇવસી સેટિંગ રિવ્યુની નોટિફિકેશનની સાથે ફેસબુક એપમાં લુખમાં લેઆઉટમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. ફેસબુકના લેટેસ્ટમાં અપડેટ હવે યુઝર્સને પોતાની પ્રોફાઇલ આઇકોનની બાજુમાં યુઝર્સ જે પેજ મેનેજ કરે છે એ તમામ દેખાડશે. પ્રોફાઇલ આઇકોનની બરોબર નીચે યુઝર્સને પહેલાથી હાજર બધા જ ઓપ્શન નજર આવશે. પરંતુ નવા કરવામાં આવેલા ફેરફારમાં આ આઇકોન અને ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યો છે. લેઆઉટમાં કરવામાં આવેલા બદલાવની સાથે પ્રાઇવસી અને અન્ય સેટિંગને મલ્ટીસ્ક્રીનના બદલે સિંગલ સ્ક્રીન પર લવાયા છે. જેને યુઝર્સ સરળતાથી મેનેજ કરી શકે છે.
First published: April 20, 2018, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading