Home /News /tech /CES 2022: Acer કંપનીએ માર્કેટમાં લોન્ચ કર્યા Chromebook લેપટોપ્સ, જાણો ફીચર્સ અને કિંમત

CES 2022: Acer કંપનીએ માર્કેટમાં લોન્ચ કર્યા Chromebook લેપટોપ્સ, જાણો ફીચર્સ અને કિંમત

એસર લેપટોપ (પ્રતીકાત્મક તસવીર)

Consumer Electronics Show- CES: એસરના લેપટોપ વર્ક સેટઅપ, મનોરંજન અને સિક્યોરિટી-સંબંધિત જરૂરિયાતો પૂરી પાડશે. મહત્વનું છે કે Chromebooks એ સસ્તા લેપટોપ હોવાથી જ તમને તેમાં સાધારણ ફીચર્સ (Features & Price) મળશે.

નવી દિલ્હી: એસર કંપનીએ હાલ ચાલી રહેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (Consumer Electronics Show- CES) 2022માં ત્રણ નવા Chromebook લેપટોપ લોન્ચ (Acer's New Chromebook Laptop) કર્યા છે. આ મૉડલમાં Chromebook Spin 513, Chromebook 315 અને Chromebook 314 કહેવામાં આવે છે. જે વર્ક સેટઅપ, મનોરંજન અને સિક્યોરિટી-સંબંધિત જરૂરિયાતો પૂરી પાડશે. મહત્વનું છે કે Chromebooks એ સસ્તા લેપટોપ હોવાથી જ તમને તેમાં સાધારણ ફીચર્સ (Features & Price) મળશે.

એસરના નોટબુક્સના જનરલ મેનેજર જેમ્સ લિને જણાવ્યું કે, “એસરની આ નવી લોન્ચ થયેલી ત્રિપુટી યૂઝર્સને અનેક નવી ઑફર્સ પ્રદાન કરશે. જેમાં ઓછા બજેટમાં તેમને સારું પર્ફોમન્સ, નવીનત્તમ ફીચર્સ અને આધુનિક ટેક્નોલોજીનો વપરાશ કરવાની તક મળશે. આજના વપરાશકર્તાઓને પ્રોડક્ટિવ, કનેક્ટેડ અને મનોરંજન અને ઉપયોગમાં સરળ હોય તેવા માધ્યમની જરૂર છે - આ ત્રણ નવા Acer Chromebooks તેના માટે એકદમ અનુરૂપ છે.”

ત્રણેય ક્રોમબૂકની કિંમત

1) Chromebook Spin 513ની કિંમત $599.99 (લગભગ રૂ. 44,600) હશે અને ઉત્તર અમેરિકામાં આ વર્ષે જૂનમાં તેનું વેચાણ શરૂ થઇ શકે છ. જ્યારે EMEA એટલે કે યુરોપ, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં એપ્રિલ માસમાં વેચાણ માટે બજારમાં આવશે. જ્યાં તેની કિંમત EUR 649 (લગભગ રૂ.54,600) હશે.

2) Chromebook 315ની કિંમત $299.99 (આશરે રૂ. 22,300) છે અને ઉત્તર અમેરિકામાં તેનું વેચાણ જાન્યુઆરીમાં શરૂ થશે. જ્યારે EMEA બજારોમાં તેનું વેચાણ 2022ના Q1ના ​​અંતમાં EUR 399 (આશરે રૂ. 33,600)માં શરૂ થશે.

3) ઉત્તર અમેરિકામાં એસરનું Chromebook 314 જૂનમાં $299.99ની કિંમતે વેચાશે. જ્યારે EMEA બજારોને તે એપ્રિલમાં EUR 369ની કિંમતમાં મળશે. આ Chromebooks ભારત અને અન્ય બજારોમાં ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

કેવા હશે તેના ફીચર્સ?

શાળામાં જનારાઓ અને એવા લોકો કે જેમને લાઇટ પ્રોજેક્ટ્સ અથવા ઘર સંબંધિત કેટલાક કામો માટે ડિવાઇસની જરૂર હોય તેવા લોકોને ધ્યાનમાં રાખીને Chromebook Spin 513એ MediaTek Koppanio 1380 પ્રોસેસર સાથે આઠ કોર્સથી સજ્જ છે અને ગ્રાફિક્સ માટે તેમાં Mali-G57 MC5 GPU છે. તેમાં 13.5-ઇંચ (2256x1504 પિક્સેલ્સ) વર્ટીવ્યૂ ડિસ્પ્લે 3:2 આસ્પેક્ટ રેશિયો અને નેરો બેઝલ્સ છે. આ Chromebook માં 8GB RAM અને 128GB eMMC સ્ટોરેજ મળશે.

આ પણ વાંચો:  શું તમારા લેપટોપનું કી-બોર્ડ કામ નથી કરી રહ્યું? તો અપનાવો આ ટીપ્સ

બેટરી બેકઅપ

ક્રોમબુકના ડિસ્પ્લેને 360-ડિગ્રી બેન્ડ કરી શકો છો. Acer એ આ ક્રોમબુકને MIL-STD 810H ગ્રેડથી સજ્જ બનાવ્યું છે, જે તેને પાણીના ટીપાઓ અને ભારે હવામાનમાં સુરક્ષિત રાખશે. લેપટોપ 10 કલાકની બેટરી લાઈફ ઓફર કરે છે. ક્રોમબુકમાં બેકલીટ કીબોર્ડ, DTS ઓડિયો સાથે અપવર્ડ-ફાયરિંગ સ્ટીરિયો સ્પીકર્સ, બે માઇક્રોફોન, એક USB-C પોર્ટ, Wi-Fi 6 અને બ્લૂટૂથ છે.

પ્રોસેસર અને રેમ

એસર ક્રોમબુક્સ 315 અને ક્રોમબુક 314 ઇન્ટેલ પ્રોસેસરથી સજ્જ હશે. આ બંનેમાં 8GB RAM અને 128GB eMMC સ્ટોરેજ છે, તેમજ 10-કલાકની બેટરી લાઇફ, Wi-Fi 6, USB-C પોર્ટ અને DTS ઑડિયો-સંચાલિત સ્ટીરિયો સ્પીકર્સ છે. જોકે, કેટલાક તફાવતો પણ છે.

ડિસ્પ્લે

Chromebook 315માં 15.6-ઇંચની ફુલ-એચડી એન્ટિ-ગ્લેયર ડિસ્પ્લે છે. મલ્ટીટાસ્કીંગ માટે બનાવાયેલ Chromebook 315 બેકલીટ કીબોર્ડ પર ન્યુમેરિક કી પણ હશે. એસેરે જણાવ્યું હતું કે તેણે ટચપેડ પર ઇકો-ફ્રેન્ડલી ઓશનગ્લાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેમાં સમુદ્રમાં રહેલા પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરાયો છે. તેમાં એક HDR-એનેબલ વેબકૅમ પણ છે.

આ પણ વાંચો: રૂ. 40,000 કરતા પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જાણો યાદી

બીજી તરફ ક્રોમબુક 314, એન્ટી-ગ્લાર પેનલ સાથે 14-ઇંચની ફુલ-એચડી ડિસ્પ્લે ધરાવે છે. તેમાં પણ ટેમ્પોરલ નોઈઝ રિડક્શન (TNR) ટેક્નોલોજી સાથે ફ્લેર-રિડ્યુસિંગ વેબકેમ છે. Chromebook 314 MIL-STD 810H ગ્રેડ સાથે આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadget, Laptop, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन