...તો તમે Twitter પર કોઈની ટ્વિટને નહીં કરી શકો લાઇક

News18 Gujarati
Updated: October 30, 2018, 3:02 PM IST
...તો તમે Twitter પર કોઈની ટ્વિટને નહીં કરી શકો લાઇક
...તો તમે Twitter પર કોઈની ટ્વિટને નહીં કરી શકો લાઇક

સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વિટર ઉપર આપણને કોઈનું ટ્વિટ ગમે તો આપણે તેને લાઇક કરીએ છીએ

  • Share this:
સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વિટર ઉપર આપણને કોઈનું ટ્વિટ ગમે તો આપણે તેને લાઇક કરીએ છીએ. જોકે આવનાર સમયમાં બની શકે કે તમે ટ્વિટ લાઇક કરી શકશો નહીં. Twitterએ કન્ફોર્મ કરી દીધું છે કે દિલ આકારનું લાઇકનું બટન હટાવવાની તૈયારીમાં છે. ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીને ટ્વિટર પર આપેલ લાઇકનું બટન પસંદ નથી. જૈકે થોડો દિવસો પહેલા લાઇક બટન હટાવવાની વાત કહી હતી.

ટ્વિટરના આ નિર્ણયથી યૂઝર્સ ઘણા નારાજ છે. યૂઝર્સનું કહેવું છે કે લાઇક બટન દ્વારા કોઈ ટ્વિટ પર તે પોતાની સહમતિ જાહેર કરે છે અને બીજાને સપોર્ટ કરે છે. તે નહીં હોય તો આમ કેવી રીતે કરીશું. લાઇક બટન હટી જશે તો ફક્ત બે બટન રી-ટ્વિટ અને રિપ્લાય જ વધશે.

@TwitterCommsના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી નવી સેવા વિશે વિચાર કરી રહ્યા છીએ જેથી યૂઝર્સને નવો અનુભવ આપી શકીએ. અમારા આ ફેરફારમાં લાઇક બટન પણ સામેલ છે. જોકે હાલ આ શરૂઆતના તબક્કામાં છે અને અમારી પાસે લાઇક બટન હટાવવા માટે કોઈ તારીખ પણ નથી.

ટ્વિટરે 2015માં લાઇક બટનને સ્ટાર આકારવાળા ફેવરેચ બટનમાં લોન્ચ કર્યું હતું. ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ બ્રેન્ડન બોરમેને કહ્યું છે કે લાઇક બટનને તરત હટાવવામાં આવશે નહીં. તેની હટાવવામાં હજુ સમય લાગશે.
First published: October 30, 2018, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading