કોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી

News18 Gujarati
Updated: June 21, 2020, 12:06 PM IST
કોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી
હેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી, CERT-Inએ આપી આ ચેતવણી

હેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી, CERT-Inએ આપી આ ચેતવણી

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ (coronavirus)ની વચ્ચે હવે સાઇબર હુમલાખોર (Cyber Attacker) મોટા વર્ચ્યૂઅલ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. કોરોના મહામારીની આડમાં સાબઇર હુમલાખોર આપની અંગત અને નાણાકીય જાણકારીમાં દખલ કરવાની ફિરાકમાં છે. કોરોનાની આડમાં થતાં સાઇબર હુમલાની ગંભીરતાને જોતાં ઈન્ડિયન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ ટ્વિટ કરીને કહ્યું છે કે આજથી ઈ-મેલ દ્વારા સાઇબર હુમલાખોર છેતરપિંડી શરૂ કરી શકે છે. જણાવવામાં આવ્યું છે કે આ શંકાસ્પદ મેઇલ સરકારના નામવાળા ઈ-મેલ આઈડી ncov2019@gov.inથી મોકલવામાં આવી શકે છે.

ભારતમાં સાઇબર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી CERT-Inએ જણાવ્યું કે સાઇબર હુમલાખોર કોરોના મહામારીની વચ્ચે મોટો સાઇબર હુમલો કરવાની તૈયારીમાં છે. તેઓએ કહ્યું કે આ હુમલો આજથી જ શરૂ થઈ શકે છે. આ હુમલો ઈ-મેઇલ દ્વારા સરકાર તરફથી નાણાકીય સહાયતાનું કામ આપનારી સરકારી એજન્સીઓ, વિભાગ તથા કારોબારી સંસ્થા બનીને કરવામાં આવી શકે છે. હુમલાખોર આવા સ્થાનિક અધિકારી બનીને છેતરપિંડીવાળો મેઇલ મોકલી શકે છે જેને સરકાર દ્વારા કોવિડ-19 સમર્થિત નાણાકીય સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો, પેટ્રોલ અને ડીઝલના ભાવ પહોંચ્યા આસામાને, જાણો કેટલું થયું મોંઘું

ફિશિંગ હુમલાની જાણકારી આપતાં કહેવામાં આવ્યું છે કે આ અસલી વેબસાઇટની જેવું લાગે છે અને લોકોને મેઇલ અને ટેકસ્ડ મેસેજ મોકલવા માટે આકર્ષિત કરે છે. આ વેબસાઇટની લિંકમાં વાયરસ હોય છે, જેને ક્લિક કરતાં જ યૂઝરના સિસ્ટમમાં માલવેર આવી જાય છે, આ સિસ્ટમ ફ્રીઝ થઈ જાય છે કે પછી આપની જરૂરી જાણકારી હેકરની પાસે પહોંચી જાય છે.

હેકર્સની પાસે 20 લાખથી વધુ ઇ-મેઇલ આઇડી છે

મળતી માહિતી મુજબ, આ લિંકને જો તમે ખોલશો તો હેકર સરળતાથી આપની જાણકારી ચોરી શકે છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે સાઇબર હુમલાખોરની પાસે 20 લાખથી વધુ લોકોના ખાનગી ઇ-મેઇલ આઈડી થવાની આશંકા છે. ઠગોના ઇ-મેઇલ ફ્રી કોવિડ-19 ટેસ્ટિંગ ફોર ઓલ રેસિડન્ટ્સ ઓફ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદની થીમની સાથે તેને તૈયાર કર્યું છે. એવામાં હવે કોઈ પણ મેઇલ ખોલતી વખતે ઘણી તકેદારી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો, પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનો દાવો, ભારતે પણ પકડ્યા હતા ચીની સૈનિક, બાદમાં છોડ્યા
First published: June 21, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading