Home /News /tech /કાર ચલાવનારા માટે ખુશખબરી, બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG અને LPG કિટ

કાર ચલાવનારા માટે ખુશખબરી, બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG અને LPG કિટ

મંત્રાલયના નોટિફિકેશનમાં કહ્યું છે કે સીએનજી કિટથી રેટ્રોફિટ કરેલા વાહનો માટે ટાઇમ એપ્રુવલ એ પ્રકારની મંજૂરી જાહેર થવાની તારીખથી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે

CNG LPG Kits in BS-6 Vehicles : કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે BS-6 વાહનોમાં સીએનજી (CNG)અને એલપીજી (LPG)કિટની રેટ્રો ફિટમેન્ટ અને 3.5 ટનથી ઓછા ભારવાળા ડીઝલ એન્જીનોને સીએનજી/એલપીજીમાં બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ કર્યો

નવી દિલ્હી : કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે (Union Ministry of Road Transport)ભારત સ્ટેજ વાહનોમાં (BS-6) સીએનજી (CNG)અને એલપીજી (LPG)કિટની રેટ્રો ફિટમેન્ટ અને 3.5 ટનથી ઓછા ભારવાળા ડીઝલ એન્જીનોને સીએનજી/એલપીજી એન્જીનમાં બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ કર્યો છે. અત્યાર સુધી BS-IV ઉત્સર્જન માપદંડો અંતર્ગત મોટર વાહનોમાં સીએનજી અને એલપીજી કિટના રેટ્રો ફિટમેન્ટની મંજૂરી છે.

આ પ્રસ્તાવ અલગ-અલગ હિતધારકોના વિચાર-વિમર્શથી તૈયાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સંબંધિત હિતધારકો પાસે 30 દિવસોમાં સલાહ માંગવામાં આવી હતી. આ પ્રસ્તાવ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના (Nitin Gadkari)તે નિવેદનના થોડાક દિવસો પછી આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે ગ્રીન ફ્યૂલ (Green Fuel)અને વીજળીથી ચાલતા વાહન (Electric Run Vehicles)ડિઝલ અને પેટ્રોલ પર ચાલવાર વર્તમાન વાહનોનું સ્થાન લેશે.

આ પણ વાંચો - Good News: હવે આવશે 30 દિવસનો રિચાર્જ પ્લાન, ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓને આપ્યો આદેશ

ત્રણ વર્ષ માટે વેલિડ રહેશે એપ્રુવલ

મંત્રાલયના નોટિફિકેશનમાં કહ્યું છે કે સીએનજી કિટથી રેટ્રોફિટ કરેલા વાહનો માટે ટાઇમ એપ્રુવલ એ પ્રકારની મંજૂરી જાહેર થવાની તારીખથી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. આ પછી દર ત્રણ વર્ષમાં તેને એક વખત રિન્યૂ કરાવવો પડશે. સીએનજી રેટ્રોફિટ વાહનો માટે એપ્રુવલ વિશેષ રુપથી નિર્મિત વાહનો માટે આપવામાં આવશે.

ઓથોરાઇઝ ડિલર પાસે જ લગાવો કિટ

કારમાં લાગતી બધી સીએનજી કિટ જેન્યુયન હોતી નથી. આવામાં પોતાની કારમાં કોઇપણ સીએનજી કિટ લગાવતા પહેલા તેની સત્યતાને ઓળખો. તમારે સ્થાનીય વેન્ડર પાસેથી કિટ લગાવવાથી બચવું જોઈએ. કોઇ ઓથોરાઇઝ ડિલર પાસે કિટ લગાવવી જોઈએ. ખરાબ ક્વોલિટીની કિટ અને યોગ્ય રીતે ફિટ ના થયેલી કિટ લીકનું કારણ બની શકે છે. તેનાથી આગ લાગવાનો ખતરો રહે છે.

આ પણ વાંચો - Good News: આનંદો! આ વર્ષે પગારમાં થઈ શકે છે બમ્પર વધારો, અભ્યાસમાં થયો ખુલાસો

યાત્રી બસોમાં આગની ચેતવણી વાળી સિસ્ટમ જરૂરી

અન્ય એક નિર્ણયમાં મંત્રાલયે લાંબી સફર કરતી બસો અને સ્કૂલ બસોમાં ફાયર એલાર્મ અને સપ્રેશન સિસ્ટમ લગાવવા જરૂરી કરી દીધા છે. યાત્રી બસો અને સ્કૂલ બસોના તે ભાગમાં આગ લાગવાથી બચાવની સિસ્ટમ લગાવવી પડશે જ્યાં લોકો બેસે છે. આ માટે 27 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
First published:

Tags: CNG, LPG, Nitin Gadkari