સ્માર્ટફોનની લત ઉડાડી દે છે ઊંઘ? ગંભીર અસરથી બચવા આવી રીત કરશે તમારી મદદ

સ્માર્ટફોનની લત ઉડાડી દે છે ઊંઘ? ગંભીર અસરથી બચવા આવી રીત કરશે તમારી મદદ
પ્રતિકાત્મક તસવીર

જીવનશૈલી ઉપર મોબાઈલની નકારાત્મક અસર પડી છે. અનિંદ્રાની તકલીફ જીવનશૈલી સાથે જોડાયેલી છે. વિશ્વમાં કરોડો લોકો અનિંદ્રાનો શિકાર બન્યા છે

 • Share this:
  મોબાઈલ ફોનના કારણે ઘણા કામ સરળ થઈ ચૂક્યા છે. એકંદરે એમ કહી શકાય કે આખું વિશ્વ મોબાઈલમાં સમાઈ ગયું છે. જોકે મોબાઈલે કેટલીક સમસ્યાઓ પણ ઉભી કરી છે. ખાસ કરીને જીવનશૈલી ઉપર મોબાઈલની નકારાત્મક અસર પડી છે. અનિંદ્રાની તકલીફ જીવનશૈલી સાથે જોડાયેલી છે. વિશ્વમાં કરોડો લોકો અનિંદ્રાનો શિકાર બન્યા છે. અનિંદ્રા પાછળ મોબાઈલ ફોનનો ફાળો પણ ખૂબ મોટો છે. આ વાત મનોચિકિત્સક સાથે સંબંધિત એક અભ્યાસમાં સામે આવી હતી. આ અભ્યાસ લંડનના કિંગ્સ કોલેજના 18થી 30 વર્ષના 1043 વિદ્યાર્થીઓ ઉપર થયો હતો. અભ્યાસના અંતે ફલિત થયું કે યુનિવર્સિટીના 40 ટકા છાત્રો સ્માર્ટફોનની લતનો શિકાર બની ચૂક્યા છે.

  અધ્યયનમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા હતા અને તેમની ઊંઘમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઉપરાંત રાત્રે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઊંઘમાં ખલેલ, ઓછી ઊંઘ અને દિવસ દરમિયાન થાકનો અનુભવ સહિતની તકલીફ ઊભી થાય છે. સુવાના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ (બાયોલોજીકલ ક્લોક) પર અસર થાય છે. શરીર પર ગંભીર રીતે અસર કરતા સ્માર્ટફોનની લતથી છૂટકારો કેવી રીતે મેળવવો તેના કેટલાક ઉપાયો અહીં આપ્યા છે.  1. ફોનથી પોતાની જાતને દૂર રાખો

  વર્તમાન સમયે ઘણા લોકો પોતાની જાતને મોબાઈલથી દુર રાખવાનો પ્રયત્ન કરે છે. એક દિવસ અથવા એક સપ્તાહ સુધી લોકો સ્માર્ટફોનથી દુર રહેવા લાગ્યા છે. અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી સદંતર દૂર રહેવું જોઈએ.

  આ પણ વાંચો - આનંદો.. આ રાજ્યોમાં 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો કેવી રીતે

  2. મોબાઈલ એપ્લિકેશનની મદદ લો

  હવે તો દરેક સમસ્યા માટે એપ ઉપલબ્ધ છે. સ્માર્ટફોન છોડાવવા માટે પણ એપ ઉપયોગી છે. અહીં આવી જ કેટલીક એપની યાદી આપી છે, જે તમને સ્માર્ટફોનથી દુર રાખશે.

  સ્પેસ- આ એપ દ્વારા સ્માર્ટફોનની લત દૂર કરવા સફળતા મળી શકે છે. આ સાથે તમે સ્માર્ટફોનની લત છોડવાની પ્રક્રિયાની પ્રોગ્રેસ પણ ચેક કરી શકો છો.

  ફૉરેસ્ટ (1.99 ડોલર)- સ્માર્ટફોન વાપરવા માટેની આદતો ઓછી કરવા માટેની આ ખૂબ સુંદર એપ છે. એપથી તમારી ઉત્પાદકતા પણ વધે છે.

  મોમેન્ટ- આ એપથી દરરોજ ધીમે-ધીમે ફોનથી દૂર રહેવાની આદત પડશે. જેનાથી ફોનનો ઉચિત ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે મદદ મળશે.

  ફ્લિપ્ડ- અન્ય કામમાં ધ્યાન કેન્દ્રિત રહે તે માટે મન ચંચળ કરનારા એપ્સને આ લોક કરી દેશે.

  સ્ક્રીનટાઈમ- દરરોજ ફોનનો કેટલો ઉપયોગ કરશો તે આ એપ્લિકેશનના માધ્યમથી નક્કી કરી શકાય છે.

  3. પથારી નજીક ફોનને ચાર્જ કરવા ન મુકો

  ફોનને ચાર્જ કરવા માટે બેડરૂમમાં ક્યારેય ન મુકશો. બાળકોને આવી રીતે ફોન ચાર્જ ન કરવાની શિખામણ આપો. ફોન બેડરૂમની બહાર રાખવાથી ફોનના વારંવાર ઉપયોગની કુટેવથી બચે શકાય છે.

  4. ફોનના સેટિંગ્સ બદલો

  સ્માર્ટફોનનો વપરાશ ઘટાડવા માટે તમે ફોનના સેટિંગ્સ બદલવા માટેની કેટલીક યુક્તિઓનો ઉપયોગ કરી શકો છો.

  1. નોટિફિકેશન બંધ કરો.
  2. સ્ક્રીનને બ્લેક-એન્ડ-વ્હાઇટ ઉપર સેટ કરો
  3. હોમ સ્ક્રીનમાંથી એવી એપ્લિકેસનને દૂર કરો જે તમારું ધ્યાન ખેંચતી હોય
  4. ફોનને અનલોક કરવા માટે પાસવર્ડ લાંબો રાખો
  5. એરોપ્લેન મોડનો ઉપયોગ કરો
  6. ફોનને ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં રાખી દો

  5. ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની જાતને ફોનથી દૂર કરી દો

  ક્રિસ્ટોફર મિમ્સએ વોલ સ્ટ્રીટ જર્નલમાં એક કોલમ લખી હતી. જે મુજબ જીવનનું સંતુલન બનાવવા માટે સેલફોનથી દૂર રહેવું જોઈએ. ફોનથી દૂર રહેવા માટે તેને રસોડાની છાજલીઓમાં મૂકી શકો છો. ફોનના ઉપયોગ ઉપર તમારું જેટલું નિયંત્રણ હશે તેટલું જ તમે તેને નજરઅંદાજ કરી શકો છો.

  6. 30 દિવસો સુધી પ્રયોગ કરો

  સ્માર્ટફોનના ઉપયોગ ઉપર કાબુ મેળવવા 30 દિવસ સુધી પોતાની જાતને જેમ બને તેમ સ્માર્ટફોનથી દુર રાખવાનો પ્રયાસ કરો. પોતાની માટે વધુને વધુ સમય ફાળવો.
  Published by:Ashish Goyal
  First published:March 11, 2021, 17:54 pm

  ટૉપ ન્યૂઝ