મોટો ખુલાસો: નેતા-અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર ખરીદ્યા ફેક ફોલોઅર્સ

News18 Gujarati
Updated: January 29, 2018, 10:34 PM IST
મોટો ખુલાસો: નેતા-અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર ખરીદ્યા ફેક ફોલોઅર્સ
ટ્વિટર

  • Share this:
સોશિયલ મીડિયા પર ફેમસ થવું આજકાલ બધાને પસંદ છે. હવે વાત એટલા સુધી પહોંચી ગઈ છે કે, લોક ફેક ફોલોઅર્સ પણ ખરીદવા લાગ્યા છે. આવું જ એક પ્રકરણ સામે આવ્યું છે, જેમાં અભિનેતા, રાજનેતા અને ટીવી પ્રેજેટર્સ સુધીના નામ સામે આવ્યા છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સની ઈન્વેસ્ટિગેશન અનુસાર, અભિનેતા, રાજનેતા ટીવી પ્રેજેન્ટર્સ અને પોતે ટ્વિટર બોર્ડ મેમ્બર્સના નામ તે લોકોમાં સામેલ છે. જેમને લાખો ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખરીદ્યા છે. રિપોર્ટ અનુસાર આ એકાઉન્ટને Devumi નામની કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે. જે સોશિયલ મીડિયા પર કોઈ પણ યૂઝર્સને ફોલોઅર્સ વધારવાનો દાવો કરે છે.

એક સ્ટેટમેન્ટમાં ટ્વિટરે કહ્યું કે, કંપની Devumi અને આવી બાકીની કંપનીઓને રોકવા માટે કામ કરી રહી છે.

મળેલી જાણકારી અનુસાર, ન્યૂયોર્કના ઑટોરાની જનરલ એરિક શ્નાઈડરમેન Devimiની તપાસ કરી રહ્યાં છે. આ કંપનીએ કથિત રૂપથી સોશિયલ મીડિયા પર લાખો ફેક ફોલોઅર્સ વેચ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, Devumiના લગભગ 55,000 એકાઉન્ટ રિયલ ટ્વિટર યૂઝર્સની જાણકારીનો ઉપયોગ કરે છે. શ્નાઈડરમેનનું કહેવું છે કે, તેમની ચિંતા તે છે કે, આવી ગતિવિધીઓથી લોકતંત્ર ઉપર પણ અસર પડી શકે છે.

 
First published: January 29, 2018, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading