આ કાર પર મળી રહ્યું છે મોટુ ડિસ્કાઉન્ટ, સાથે જ આકર્ષક ઓફર્સ

News18 Gujarati
Updated: August 17, 2019, 5:04 PM IST
આ કાર પર મળી રહ્યું છે મોટુ ડિસ્કાઉન્ટ, સાથે જ આકર્ષક ઓફર્સ
કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

ગ્રાહકોને આકર્ષવા માટે કાર કંપનીઓ મોટી છૂટ આપી રહી છે. Nissan અને Datsun વેપારીઓ પણ ઓગસ્ટ મહિનામાં ગ્રાહકોને તેમના વાહનો પર આકર્ષક ઓફર આપી રહ્યા છે.

  • Share this:
ઓટો ક્ષેત્ર મોટી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઓટોમેકર કંપનીઓની હાલત નબળી છે. જૂના સ્ટોકનું વેચાણ નહીં થવાને કારણે ડીલરો પણ નવો સ્ટોક લઈ રહ્યા નથી. આવી સ્થિતિમાં કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે મોટી છૂટ આપી રહી છે. નિસાન અને ડેટસનના વેપારીઓ ઓગસ્ટ મહિનામાં ગ્રાહકોને તેમના વાહનો પર આકર્ષક ઓફર પણ આપી રહ્યા છે. કારવાલે ડોટ કોમ અનુસાર વાહનો પર જે લાભ આપવામાં આવે છે તે રોકડ છૂટ, એક્સચેંજ બોનસ, નીચા દરના વ્યાજ અને વિસ્તૃત વોરંટીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે.

કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

સૌથી વધુ ડિસ્કાઉન્ટ નિસાન સેડાન કાર Sunny પર ઉપલબ્ધ છે. આ કાર પર તમે 75 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો, જેમાં તમને 45 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી શકે છે અને 30 હજાર રૂપિયાના એક્સચેંજ બોનસનો લાભ પણ લઈ શકો છો. નિસાન કિક્સને 55 હજાર રૂપિયાના એક્ચેન્જ ઓફર, થ્રી યર વોરન્ટી, 7.99% વ્યાજ દર અને રોડ સાઇડ આસિસ્ટન્ટ જેવી ઓફર મળી રહી છે.

Nissan की सिडान कार Sunny पर मिल रहा शानदार डिस्काउंट

આ ઉપરાતં Nissan Micra પર 25 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

निसान माइक्रा का इंटिरियर Nissan Micra Active પર 15 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. Datsunના વાહનો પર 37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની Redi-Go પર 25 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 12 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. જ્યારે Go અને Go Plus પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.
First published: August 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading