Home /News /tech /નવા વર્ષમાં કાર અને બાઈકની કિંમતોમાં થશે વધારો, લેવાનું વિચારતા હોવ તો મોડું ન કરતા

નવા વર્ષમાં કાર અને બાઈકની કિંમતોમાં થશે વધારો, લેવાનું વિચારતા હોવ તો મોડું ન કરતા

car and bike prices in india

જો તમે નવા વર્ષમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જણાવી દઈએ કે નવી કાર માટે તમારે વર્તમાન કિંમત કરતા 1-3 ટકા વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

    જો તમે નવા વર્ષમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જણાવી દઈએ કે નવી કાર માટે તમારે વર્તમાન કિંમત કરતા 1-3 ટકા વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. કારણ કે મારુતિ સુઝુકી (Maruti Suzuki), હ્યુન્ડાઈ (Hyundai) અને ટાટા મોટર્સ (Tata Motors)થી લઈને લક્ઝરી બ્રાન્ડ્સ ઓડી અને મર્સિડીઝ-બેન્ઝ સુધીના કાર નિર્માતાઓએ વધતા ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે નવા વર્ષથી કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: કોરોનાને લઈને દિલ્હી સરકાર સતર્ક, અરવિંદ કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

    ઓટોમેકર્સે અગાઉ જણાવ્યું હતું કે 2022 સુધીમાં અન્ય પરિબળોની સાથે સેમિકન્ડક્ટરની અછતને કારણે ખર્ચમાં વધારો થશે. ભારતમાં કોવિડ-19ના કારણે થયેલા વિક્ષેપો અને સેમિકન્ડક્ટર સહિતના પાર્ટ્સની અછતને પગલે ભારતમાં કારના વેચાણમાં થયેલા વધારાને કારણે કિંમતો વધી રહી છે.

    મોડલના આધારે થશે કિંમતોમાં વધારો


    કંપનીઓનું કહેવું છે કે કિંમતમાં વધારો મોડલના આધારે થશે. બલેનો, સેલેરિયો, ડિઝાયર, ઇગ્નિસ, સ્વિફ્ટ અને વેગનઆર કાર બનાવતી માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે મોડલના આધારે કિંમતમાં વધારો થશે.

    મારુતિ સુઝુકીએ 2 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપની ખર્ચ ઘટાડવા અને વધારાને આંશિક રીતે સરભર કરવા માટે મહત્તમ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે કિંમત વધારા દ્વારા કેટલીક અસરને પાર કરવી હિતાવહ બની ગઈ છે. Hyundai Motor Indiaએ જણાવ્યું હતું કે તેના i10 Nios, Creta, Venue, Verna અને Tucson મોડલની નવી કિંમતો જાન્યુઆરીથી લાગુ થશે.

    આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ, દેશમાં 3,402 એક્ટિવ કેસ

    જાણો કઈ કાર કેટલી મોંઘી થશે


    જાન્યુઆરીથી Kiaની સેલ્ટોસ, સોનેટ, કેરેન્સ અને કાર્નિવલ સહિતની કાર 50,000 રૂપિયા સુધી મોંઘી થશે. હોન્ડા કાર્સ ઈન્ડિયા તેના સિટી, અમેઝ અને સિટી હાઈબ્રિડની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપાસ અને ગ્રાન્ડ ચેરોકી સહિત જીપની લાઇન-અપ 2-4 ટકા સુધી મોંઘી થઈ શકે છે.

    તે જ સમયે, ટુ-વ્હીલર ઉત્પાદકો પણ કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે તેની મોટરસાઇકલ અને સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમતોમાં 1 ડિસેમ્બરથી 1,500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
    First published:

    Tags: Car Bike News