Improve Car Mileage: પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા થઈ ગયા છે, જેના કારણે કાર ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. ત્યારે કાર પણ ઓછી માઈલેજ આપવા લાગે તો આ ખર્ચ ડબલ થઇ જાય છે. તેથી આજે અમે તમારા કારની માઇલેજ વધારવાની કેટલીક ટિપ્સ લાવ્યા છીએ. આ ટિપ્સ અનુસરીને તમે તમારી કારમાં બેસ્ટ માઈલેજ (Car Mileage tips) મેળવી શકો છો.
અહીં નોંધનીય છે કે, કારનું માઇલેજ મોટે ભાગે ડ્રાઇવિંગની રીત (Driving Mode ), ડ્રાઇવિંગનું સ્થળ (Driving Area ) સહિત ઘણી બાબતો પર નિર્ભર કરે છે.
ક્લચ, ગિયર અને બ્રેકનો યોગ્ય ઉપયોગ
ક્લચ અને બ્રેકનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ડ્રાઇવિંગ કરતી વખતે તમારા પગ સતત ક્લચ પર ન રાખો, તે માઇલેજને અસર કરે છે. ઉપરાંત, કારને યોગ્ય ગિયરમાં ચલાવો. નીચા ગિયરમાં ઊંચા RPM પર ડ્રાઇવિંગ કરવાથી પણ માઇલેજ ઓછી થાય છે. જ્યાં જરૂર હોય ત્યાં જ બ્રેક લગાવો કારણ કે બ્રેક લગાવ્યા પછી જ્યારે તમે ફરી સ્પીડ વધારશો ત્યારે માઈલેજ ઓછી આવે છે. ઓછી માઈલેજથી જ તમારી પેટ્રોલ ટેન્ક ઝડપથી ખાલી થઇ જાય છે. તેથી કાર ચાલવાવની ટિપ્સને ધ્યાનમાં રાખો
ટાયર પ્રેશર
હંમેશા ટાયર પ્રેશરનું ધ્યાન રાખો. કારના તમામ ટાયરમાં હંમેશા યોગ્ય દબાણ હોવું જોઈએ. આ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત એરપ્રેશર ચેક કરાવવી જોઈએ. ટાયરમાં હવા ઓછી હોવાને કારણે માઈલેજ પર અસર થાય છે. તેથી, સમયાંતરે એરપ્રેશર તપાસતા રહો.
કારમાંથી સારી માઈલેજ મેળવવા માટે સ્પીડ જાળવી રાખો. એટલે કે કારને માત્ર એક સ્પીડ પર ચલાવવાનો પ્રયાસ કરો. સ્પીડને વારંવાર ઘટાડવાથી અને પછી વેગ આપવાથી માઈલેજ ઘટે છે. ઉપરાંત, ખૂબ ઝડપથી વેગ આપશો નહીં. હાઈવે પર સારી માઈલેજ માટે, તમે 70 થી 90 kmph ની ઝડપે ચલાવી શકો છો.
કારની યોગ્ય રીતે જાળવણી કરો. સમયસર સર્વિસ કરતા રહો. આ માઇલેજ વધારવામાં મદદ કરશે. કાર નવી હોય કે વપરાયેલી હોય, સમયસર સર્વિસ કરાવવી જરૂરી છે. વર્ષમાં ઓછામાં ઓછી એકવાર અથવા 10 હજાર કિલોમીટર ચાલ્યા પછી સર્વિસ કરવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર