Home /News /tech /

શું તમારા ફોનમાં પણ બ્લાસ્ટ થઇ શકે છે?

શું તમારા ફોનમાં પણ બ્લાસ્ટ થઇ શકે છે?

    સામાન્ય રીતે ફોન ફાટી જવાના વીડિયો સામે આવી રહ્યા છે અને તેને ઉપયોગ કરનારાઓને નુકસાન પણ થાય છે. ફોન ફાટી જવાનું કારણ ગમે તે હોઈ શકે છે પરંતુ આ મુશ્કેલી ગમે ત્યારે આવી શકે છે. થોડા સમય પહેલા સ્થિતિ એટલી ભયંકર થઈ ગઈ કે વારંવાર ફોન ફાટવાના કારણે વિશ્વની સૌથી મોટી મોબાઇલ ઉત્પાદક કંપની સેમસંગે તેના સ્માર્ટફોન નોટ 7નું ઉત્પાદન બંધ કરી દીધુ હતુ. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઇ કે અનેક દેશોએ હવાઇ મુસાફરી દરમિયાન આ ફોનનો ઉપયોગ અટકાવવામાં આવ્યો હતો.

    સ્માર્ટફોન્સ આજકાલ દરેક જગ્યાએ હોય છે. દરેકના ખિસ્સામાં છે. ઘણી વખત જ્યારે ફોન ખૂબ ગરમ થાય છે ત્યારે એવુ લાગે છે કે ફોનમાં બ્લાસ્ટ ન થાય. આખરે શું કારણ છે કે ફોન ફાટી જાય છે.



    સ્માર્ટફોનની બેટરી ફાટવાનું સૌથી મોટી કારણ આપણી લાલચ છે. સ્માર્ટફોન કંપનીઓ તેમની દરેક નવા ફોનને વધુ સારો બનાવવા માટે તેમાં કેટલીક નવી વસ્તુઓ આપે છે. લિથિયમ ion બેટરી જેટલી મહત્તમ બેટરી લાઇફ હોઈ શકે છે તેને લગભગ 90 ટકા સુધી કંપનીઓ પ્રાપ્ત કરી ચુકી છે. પરંતુ ત્યારબાદ પણ વધુ બેટરી લાઇફ મેળવવાના પ્રયાસો ચાલુ છે. કારણકે એક નહીં તો બીજી કંપની તે કરી દેશે. સ્માર્ટફોનમાં નવા ફિચર્સ સૌથી પહેલા ઉમેરવામાં આવે છે એટલે તેમા બૅટરીઓની સમસ્યા થવાની શક્યતા વધારે છે.

    હવે ફોન ફાટીં જવાનું સૌથી સામાન્ય કારણ હોઇ શકે છે, તેના બેટરી વધુ ગરમ થવી. જો તમે ફોન કલાક સુધી ચાર્જિંગ પર મૂકો અથવા ચાર્જિંગમાં મુકો છો, આ ઉપરાંત ફોન પર વાતો કરો છો, તે સમયે તેની બેટરી વધારે ગરમ સાથે વધારાની ચાર્જ થઈ રહી છે. આવી સ્થિતિમાં બેટરી પીગળી પણ શકે અથવા ફૂલે છે.



    ખોટા ચાર્જરનો ઉપયોગ પણ તમારા ફોન માટે ખતરનાક બની શકે છે. જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈપણ લોકલ ચાર્જર અથવા અન્ય ચાર્જરથી ચાર્જ કરો છો, તો બેટરી ચાર્જ થવાને બદલે બ્લાસ્ટ થઈ શકે છે.

    જો તમે તમારા સ્માર્ટફોનમાં સ્માર્ટ વિન્ડો પર કામ કરો છો, તેનાથી તમારા ફોનની બેટરી પર દબાણ વધે છે. આ સ્થિતિમાં આ વિશે ખાસ ધ્યાન આપવાની જરૂર છે . પ્રયત્ન કરો કે દિવસમા એકવાર રિબુટ કરો અને ઉપયોગમાં ન આવે તો એપ્લિકેશનને બંધ રાખો.

    સ્માર્ટફોનની બેટરી લિથિઅમ આયનની બનેલી હોવાને કારણે હલકી હોય છે, પડી જવા પર તેમાં શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. આ પરિસ્થિતિમાં બૅટરી અને ફોન ફાટવાની સંભાવના વધારે રહે છે. તો ફોનનું ધ્યાન રાખો કે તે નીચે પડે નહી જો ફોનમાં કંઇપણ નથી થયુ તો સ્ક્રીનતો તૂટી જ જશે.

    આવી દુર્ઘટનાથી કેવી રીતે બચી શકો-
    મોબાઇલનો વધુ ઉપયોગ ન કરો. તીવ્ર તાપમાં ન રાખો
    જે કંપનીનો મોબાઇલ છે તે જ ચાર્જરનો ઉપયોગ કરો.
    વધુ લાંબા સમય સુધી નેટ ચલાવી રહ્યા છો તો થોડો સમય માટે બંધ પણ કરો.
    ડુપ્લિકેટ બૅટરીનો ઉપયોગ ન કરો.
    મોબાઇલ ચાર્જ કરતી વખતે તે સમયે વાત કરવાથી રેડીયેશન ખૂબ વધી જાય છે, જેનાથી મોબાઇલ ફાટી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: વિસ્ફોટ, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन