તમારા અવાજથી ખબર પડી જશે તમે ડિપ્રેશનમાં છો કે નહીં, મોબાઇલ એપ કરશે મદદ

News18 Gujarati
Updated: July 23, 2019, 10:16 AM IST
તમારા અવાજથી ખબર પડી જશે તમે ડિપ્રેશનમાં છો કે નહીં, મોબાઇલ એપ કરશે મદદ
તમારા અવાજથી ખબર પડી જશે તમે ડિપ્રેશનમાં છો કે નહીં, મોબાઇલ એપ કરશે મદદ

તમારા અવાજથી ખબર પડી જશે તમે ડિપ્રેશનમાં છો કે નહીં, મોબાઇલ એપ કરશે મદદ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને લઇને વિશ્વની તમામ ટેક કંપનીઓ કામ કરી રહી છે. એઆઈ હવે મનુષ્યો સાથે વાત કરવા સક્ષમ છે અને એઆઈ હવે મનુષ્યની જેમ વધુ બુદ્ધિશાળી પણ બની રહ્યું છે. અનેક રોબોટ્સમાં તેની ખાસિયતો વપરાય છે. AI એ હવે એક પગલું આગળ વધી ચુક્યુ છે. તમે ડિપ્રેશનમાં છો કે નહીં તે તમારા અવાજને જાણીને કહી શકે છે.

યૂનિવર્સિટી ઓફ અલ્બર્ટાના કોમ્પ્યુટર વિજ્ઞાનના વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનીકની શોધ કરી છે જે લોકોને ડિપ્રેશનથી દૂર રહેવા મદદ કરશે. ખાસ વાત એ છે કે આ ટેકનીક ડિપ્રેશનવાળા લોકોની ઓળખ તેના અવાજથી કરશે.

થોડા દિવસ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારત નિરાશ દેશોમાં છઠ્ઠા સ્થાને છે. ભારતમાં 5.7 કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય છે, જ્યારે 3.8 કરોડ લોકો ચિડ્યાપણું અને ચિંતા જેવી સમસ્યાઓથી પીડાય છે.

આ પણ વાંચો: કોમ્પ્યુટર સાથે મગજને કેવી રીતે લિંક કરવું, ચાલી રહ્યો છે મોટો પ્રોજેક્ટએપ દ્વારા લેવામાં આવશે વૉઇસ નમૂનાઓઆ ટેકનીકને તૈયાર કરનારા મશરૂરા તનસીમ અને પ્રોફેસર એલિની સ્ટ્રાયુલિયા અનુસાર ડિપ્રેશનને શોધવા માટે મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે, એપથી ડેટા તે સમયે લેવામાં આવશે જ્યારે માણસ લોકો સાથે વાતો કરી રહ્યો હોય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા અનુસાર દુનિયાભરમાં લોકો ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરે છે. આ કિસ્સામાં એઆઈ આધારિત ટેકનોલોજી માનવતા માટે મદદરૂપ થશે.
First published: July 23, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading