Home /News /tech /Tech Knowledge: કડકડતી ઠંડીમાં 30 ડિગ્રી પર AC રાખીએ તો રૂમ ગરમ થાય? જાણો આ વિશે તમે પણ
Tech Knowledge: કડકડતી ઠંડીમાં 30 ડિગ્રી પર AC રાખીએ તો રૂમ ગરમ થાય? જાણો આ વિશે તમે પણ
જાણો એસી રૂમ ગરમ કે નહીં
Tech Knowledge: કડકડતી ઠંડીમાં 30 ડિગ્રી પર AC રાખીએ તો રૂમ ગરમ થાય? જાણો આ વિશે તમે પણ Temperature Today: દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીના ચમકારામાં એક સવાલ એ થાય છે કે એસી ગરમીમાં રૂમ ઠંડો કરે છે તો શું ઠંડીમાં રૂમ ગરમ થાય ખરા? આમ, જો તમે પણ રૂમને ગરમ કરવા માટે એસી સ્ટાર્ટ કરો છો તો ખાસ પહેલાં આ જાણી લો.
નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 5 દિવસથી સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ કારણે દિલ્હીમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ કારણે અનેક લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. સ્કૂલોમાં પણ રજાઓ જાહેરમાં કરવામાં આવી છે. ઠંડીનું પ્રમાણ વધતા રસ્તાઓ સૂમસામ બન્યા છે અને અનેક લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. જો કે ઠંડીનું પ્રમાણ વધતા મનમાં એક સવાલ એ ચોક્કસ થાય છે કે શું ગરમીની સિઝનમાં ઠંડક આપતુ એસી ઠંડીમાં કામમાં આવે છે? આમ, જો એસીને 30 ડિગ્રી પર ચાલુ રાખવામાં આવે તો રૂમ ગરમ થઇ જશે? કારણકે આ દિવસોમાં રૂમનું અંદરનું તાપમાન ઘણું ડાઉન થઇ જાય છે.
જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે ACને રૂમની ઠંડક કરવા માટે બનાવવામાં આવ્યુ છે, રૂમને ગરમ કરવા માટે નહીં. AC ગરમ હવાને શોષી લે છે અને એની અંદર લગાવવામાં આવેલા Refrigerant અને Coils થી પ્રોસેસ કરીને ઠંડી હવાને રૂમમાં ફેંકવાનું કામ કરે છે, જેના કારણે રૂમ ઠંડો થઇ જાય છે અને ગરમી લાગતી નથી. આમ, તમે એસીથી રૂમને ગરમ કરી શકતા નથી, પરંતુ રૂમનું ટેમ્પરેચર નીચું લાવી શકો છો. તમારો રૂમ ગરમ થઇ શકે છે જ્યારે તમે હોટ એન્ડ કોલ્ડ એસી ચલાવો છો, આમ બન્ને રીતે તાપમાનને નિયત્રિંત કરે છે.
આમ, સામાન્ય રીતે વાત કરવામાં આવે તો તમારા રૂમનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે અને તમે તમારું એસી 25 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો છો તો તમારા ACનું કોમ્પ્રેસર કામ કરવાનું શરૂ કરી દે છે અને તમારા રૂમની ગરમ હવાને બહાર નિકાળે છે. આનાથી રૂમનું તાપમાન ધીરે-ધીરે ઓછુ થવા લાગશે અને એક વાર જ્યારે આ 25 ડિગ્રી પહોંચી જાય છે તો થર્મોસ્ટેટની મદદથી કોમ્પ્રેસર એની જાતે જ બંધ થઇ જશે. એવામાં માત્ર એસીનો પંખો જ ચાલે છે. પછી જ્યારે તાપમાન 25 ડિગ્રીથી વધી જાય છે તો કોમ્પ્રેસર 25 ડિગ્રી પર લાવવાની પક્રિયા શરૂ કરી દેશે.
વાત ઠંડીની કરવામાં આવે તો માની લો કે જ્યારે રૂમનું તાપમાન 12 ડિગ્રી છે અને તમમે તમારું એસી 30 ડિગ્રી પર સેટ કરીને ચલાવી રહ્યા છો તો આવી સ્થિતિમાં એસીનું કોમ્પ્રેસર શરૂ થશે નહીં અને માત્ર એસીનો પંખો જ કામ કરશે. આવું થવા પાછળનું કારણ એ છે કે રૂમનું તાપમાન પહેલાતી જ 30 ડિગ્રી કરતા ઓછુ છે. આ બિલકુલ ટેબલ ફેનની જેમ કામ કરે છે. એવામાં તમારો રૂમ ગરમ થવાની જગ્યાએ ઠંડો થવા લાગશે. એટલે કે હિટિંગ પંપ વગરનું એસી તમારા રૂમને ગરમ કરી શકે નહીં.
હોટ એન્ડ કોલ્ડ એસી
તમે ઠંડીમાં પણ ગરમ એસીની હવાનો આનંદ લેવા ઇચ્છો છો તો આ માટે તમારે હોટ એન્ડ કોલ્ડ એસી ખરીદવુ પડે છે. આ એસી ઠંડી અને ગરમી..એમ બન્ને ઋતુમાં કામમાં આવે છે. હોટ એન્ડ કોલ્ડ એસીની ક્ષમતા 1.5 ટન હોય છે. માર્કેટમાં આ સમયે અનેક પ્રકારના હોટ એન્ડ કોલ્ડ એસી મળે છે. આની કિંમત 35 થી 45 હજારની વચ્ચે હોય છે. આમ, જો તમે હોટ એન્ડ કોલ્ડ એસી ખરીદી રહ્યા છો તો ખાસ આ વિશે જાણી લો.
એલજીનું Hot and Cold Inverter Split AC અનેક પ્રકારના સ્માર્ટ ફીચર્સ ધરાવે છે. આ એસી તમને ગરમી અને ઠંડી..એમ બન્ને ઋતુમાં કામમાં આવે છે. આ 1.5 ટનની ક્ષમતા ધરાવે છે. આ હોટ એન્ડ કોલ્ડ એસી ડબલ રોટરી મોટરની સાથે આવે છે. આની કિંમત 43,750 રૂપિયા છે.
Lloyd 3 Star Hot and Cold Inverter Split AC
Lloydનું હોટ એન્ડ કોલ્ડ Inverter Split AC પણ તમારા માટે એક સારો વિકલ્પ છે. આ એસી ટેન-સ્ટેપ Inverter ટેકનીકથી લેન્સ છે. આના યુનિટમાં કોપર કોઇલ કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આની કિંમત 39,000 રૂપિયા છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર