પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની 'કેમ્બ્રિજ એનાલિટિકા' પર ફેસબુક યૂઝર્સના ડેટા ચોરીને તેનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપોથી ફેસબુક મુસીબતમાં ઘેરાઇ ગઇ છે. આ વચ્ચે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે 'કેમ્બ્રિજ એનાલિટિકા' અંગે મોટા ખુલાસા કર્યા છે. તેમના પ્રમાણે 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન 'કેમ્બ્રિજ એનાલિટિકા'એ ફેસબુકના લગભગ 8 કરોડ 70 લાખ ( 87 મિલિયન) યૂઝર્સનો ડેટા ગેરકાયદેસર રીતે શેર કર્યો હતો. આ કંપની ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરી રહી હતી.
આપને જણાવીએ કે ગત મહિને ફેસબુકમાંથી 5 કરોડ યૂઝર્સની માહિતી લીક થવાની જાણકારી સામે આવી હતી. પરંતુ ઝકરબર્ગે કહ્યું કે લગભગ 8 કરોડ 70 લાખ ( 87 મિલિયન) યૂઝર્સનો ડેટા લીક થયો છે. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ લખીને આ જાણકારી સાર્વજનિક આપી છે.
આ પહેલા ફેસબુકે ખુલાસો કર્યો હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી 2016 દરમિયાન ટ્ર્રમ્પ જોડાયેલ પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની 'કેમ્બ્રિજ એનાલિટિકા'એ કેટલાક યૂઝર્સની અંગત માહિતી લીક કરી હતી. જો કે 'કેમ્બ્રિજ એનાલિટિકા' પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેની પાસે માત્ર 3 કરોડ ફેસબુક યૂઝર્સનો ડેટા છે.
હકીકતમાં પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની 'કેમ્બ્રિજ એનાલિટિકા'એ ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરી હતી. ડેટા ચોરીનો આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે માર્ક ઝકરબર્ગને માત્ર 48 કલાકમાં 58,500 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.
0.6 ટકા ભારતીય યૂઝર્સના ડેટા પણ સામેલ કેમ્બ્રિજ એનાલિટિકા'એ જે લોકોના ડેટા શેર કર્યા છે તેમાં સૌથી વધારે યૂઝર્સ અમેરિકાના છે જ્યારે ભારતના 5 લાખ 62 હજાર 455 યૂઝર્સના ડેટા શેર કરવામાં આવ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર