Home /News /tech /Call Recordingથી થઈ રહી છે Googleની પોલીસીનું ઉલ્લંઘન, જાણો શું છે નિયમ
Call Recordingથી થઈ રહી છે Googleની પોલીસીનું ઉલ્લંઘન, જાણો શું છે નિયમ
શું તમે કરી રહ્યા છો Call Recording?
Call Recording સાથેની થર્ડ પાર્ટી એપ્સ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ, ગૂગલ પ્લે સ્ટોર પર હજુ પણ કેટલીક એપ્સ ઉપલબ્ધ છે જે ગુપ્ત રીતે ફોન કોલ્સ રેકોર્ડ કરી શકે છે. આ માટે તમારે કોઈ ખાસ સેટિંગની પણ જરૂર નથી. આ એપ દ્વારા ગૂગલની પોતાની પોલિસીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
Call Recording: Googleની નવી પોલિસી સાથે, Android SmartPhoneમાં થર્ડ પાર્ટી એપ્સથી Call Recording પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે ફોન કોલ રેકોર્ડ કરવા પર સામેની વ્યક્તિને તેના વિશે ખબર પડી જાય છે. જ્યારે કૉલ રેકોર્ડિંગ ચાલુ હોય ત્યારે ચેતવણી સંદેશ સંભળાય છે.
આ એલર્ટ મેસેજમાં કોલ રેકોર્ડિંગ શરૂ કે બંધ થવા વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે, જો તમે કોલ રેકોર્ડિંગ માટે ફોનના ડાયલરનો ઉપયોગ કરો છો, તો સામેની વ્યક્તિને તેના વિશે ખબર પડશે. ગૂગલની નીતિ એવી છે કે, કોઈ તમારા શબ્દોને ગુપ્ત રીતે રેકોર્ડ કરતું નથી.
જો કે, આવી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે જેમાંથી કોલ રેકોર્ડિંગની ચેતવણી સંભળાશે નહીં. એટલે કે, તમારી વાતચીત તમારી જાણ વગર રેકોર્ડ કરવામાં આવશે. તેની પ્રક્રિયા એકદમ સરળ છે, એટલે કે તેનો ઉપયોગ કોઈપણ સરળતાથી કરી શકે છે.
Google Play Store પર પણ ઉપલબ્ધ
અમે ગૂગલ પ્લે સ્ટોર પર આવી જ એક એપ TTSLexx નો ઉપયોગ કર્યો છે. આ એપ કોલ રેકોર્ડિંગ એલર્ટને છુપાવે છે. આ માટે, એપ ખોલીને, પ્રિફર્ડ એન્જિનને સ્પીચ સર્વિસ બાય ગૂગલમાંથી TTSLexxમાં બદલવાનું રહેશે.
આ સાથે, જ્યારે તમે Call Recording ચાલુ કરો છો, ત્યારે સામેની વ્યક્તિ તેની ચેતવણી સાંભળશે નહીં. કોલ રેકોર્ડિંગ બંધ હોય ત્યારે પણ યુઝરને તેની માહિતી મળતી નથી. આવી સ્થિતિમાં, તે ગૂગલની નીતિનું ઉલ્લંઘન છે.
ગૂગલના પોતાના એપ સ્ટોર પર એવી એપ્સ છે જે કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરે છે. તમને જણાવી દઈએ કે, આ પોલિસીના કારણે TrueCaller ને કોલ રેકોર્ડિંગ ફીચર બંધ કરવું પડ્યું હતું. આ સિવાય પ્લે સ્ટોર પરથી કોલ રેકોર્ડિંગવાળી ઘણી એપ્સ પણ હટાવી દેવામાં આવી છે. હવે કંપની આ સાયલન્ટ કોલ રેકોર્ડિંગ પદ્ધતિ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, તે જોવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર