Home /News /tech /

હવે બેંક અને મોબાઇલ નંબર સાથે લીંક નહીં કરવું પડે AADHAAR

હવે બેંક અને મોબાઇલ નંબર સાથે લીંક નહીં કરવું પડે AADHAAR

સરકારે આધારની માહિતી લીક કરનારાઓ પર 10 વર્ષ સુધી સજા કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

સરકારે આધારની માહિતી લીક કરનારાઓ પર 10 વર્ષ સુધી સજા કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

    કારણ કે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ્સમાં આધારને જોડવું હવે જરૂરી નથી. કેબિનેટે આધાર લિંકીંગની મંજૂરી આપનારા કાયદામાં સુધારા માટે સંસદમાં બિલ લાવવાની દરખાસ્તને મંજૂર કરી છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ ટેલિગ્રાફ એક્ટ અને મની લોન્ડરિંગનો એક્ટમાં સુધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ નિર્ણય ખાનગી કંપનીઓના ગ્રાહકોની ચકાસણી માટે આધાર વાપરવા પર સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટની રોક બાદ લેવામાં આવ્યો હતો. કોર્ટે આ રીતે ઉપયોગ માટે કાયદાકીય જોગવાઈઓના અભાવને ધ્યાનમાં રાખીને રોક લગાવી હતી.

    સૂત્રે જણાવ્યું હતું કે, "કેવાયસી દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ કરતી ખાનગી કંપનીઓને આધાર સંબંધિત માહિતીની સુરક્ષા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરવી પડશે." તેમણે કહ્યું કે બંને અધિનિયમોમાં ફેરફાર કરવામાં આવશે જેથી નવો મોબાઇલ નંબર લેવા અથવા બેંક ખાતુ ખોલવા માટે ગ્રાહકો સ્વૈચ્છિક રુપે 12 અંકના આધારની સંખ્યાને શેર કરી શકે.



    આ પણ વાચો:  તત્કાલ પાસપોર્ટ માટે હવે આધારકાર્ડ જરૂરી નહીં, આ IDથી પણ બની જશે કામ

    સુપ્રીમ કોર્ટે આધાર ધારાની કલમ 57 ને રદ કરી હતી. આ ધારા સીમ અને બેંક એકાઉન્ટ સાથે આધારને જોડવા ફરજિયાત બનાવતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે, ટેલિગ્રાફ એક્ટમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. જેથી આધાર હેઠળ સિમ કાર્ડ રજૂ કરવા માટે કાનૂની સહાય મળશે. તેવી જ રીતે, મની લોન્ડરિંગ એક્ટમાં સુધારાથી બેંક ખાતાઓ સાથે આધારને લિંક કરવાનો રસ્તો સાફ રહેશે.

    આ ઉપરાંત, સરકારે આધારની માહિતીનો ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ માટે 10 વર્ષ સુધીની જેલની દરખાસ્ત કરી છે. હાલ આ માટે ત્રણ વર્ષ જેલની જોગવાઈ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Aadhar card, Sim card, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन