Home /News /tech /IMC 2022: C-Dot Technology થી હવે કુદરતી આફત પહેલા જ ઉપલબ્ધ થશે માહિતી, તરત જ મોબાઈલ પર આવશે મેસેજ

IMC 2022: C-Dot Technology થી હવે કુદરતી આફત પહેલા જ ઉપલબ્ધ થશે માહિતી, તરત જ મોબાઈલ પર આવશે મેસેજ

PM Modi 6ઠ્ઠી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યાલયમાં સી-ડોટ ટેક્નોલોજી વિશે લીઘી માહિતી

C-Dot Technology: સી-ડોટ પાસે આપત્તિ વ્યવસ્થાપનને લગતા શ્રેષ્ઠ ઉકેલ છે. જો તમારા વિસ્તારમાં ક્યાંય પણ ભારે વરસાદ (Heavy Rain) થવાનો છે તો તેની જાણકારી તમને પહેલા મળી જશે. આમાં Artificial Intelligence દ્વારા માહિતી મોકલવામાં આવશે.

વધુ જુઓ ...
    C-Dot Technology: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં 6ઠ્ઠી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે સી-ડોટ ટેકનોલોજી વિશે માહિતી લીધી હતી. આ સ્વદેશી ટેક્નોલોજી ભારત માટે ક્રાંતિકારી સાબિત થશે. આપત્તિ વ્યવસ્થાપન માટે C-Dot પાસે ઉત્તમ ઉપાય છે. જો તમારા વિસ્તારમાં ક્યાંય પણ ભારે વરસાદ થવાનો છે તો તેની જાણકારી તમને પહેલા મળી જશે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા માહિતી મોકલવામાં આવશે.

    કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ મળશે મદદ


    જો તમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારની કુદરતી આફત આવવાની હોય તો સી-ડોટ દ્વારા તમને મોબાઈલ, ટીવી અને રેડિયો દ્વારા તરત જ તેની માહિતી મળી જશે. આ ટેક્નોલોજી સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરવામાં મદદ કરશે અને જરૂરી માહિતી સમયસર નાગરિકો સુધી પહોંચાડી શકાશે.

    આ ઉપરાંત આ ટેક્નોલોજી કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ઉપયોગી થશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે લોકો સમયસર માહિતીની આપ-લે કરી શકશે.

    આ પણ વાંચો: PM મોદીએ પ્રદર્શનીનું પ્રગતિ મેદાને પહોંચી કર્યું નિરીક્ષણ, ભારતમાં બેઠા બેઠા સ્વીડનમાં ચલાવી ગાડી

    તમને જણાવી દઈએ કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આ છઠ્ઠી આવૃત્તિ છે અને તેની થીમ 'ન્યૂ ડિજિટલ વર્લ્ડ' છે.
    સત્તાવાર અખબારી યાદી મુજબ, 5G ટેલિકોમ નેટવર્કથી મોબાઈલ ડેટા અનેક ગણો ઉપલબ્ધ થશે અને લોકોને વિશ્વ સ્તરીય સંચાર સુવિધાઓ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા ટ્વિટ કરીને કહ્યું કે, 'થોડા સમય પછી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ શરૂ થવા જઈ રહી છે જ્યાં ભારતમાં 5G ક્રાંતિ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે.'

    આ પણ વાંચો: ભારતમાં 5જી સેવાઓ ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું છે તેની અસર

    મહત્વનું છે કે, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2022 શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં 5જી સેવા આપશે. નોંધપાત્ર રીતે, 5G ફક્ત તમારા ફોન પર ઝડપી ઇન્ટરનેટ ઍક્સેસ મેળવવા પૂરતું મર્યાદિત નથી પરંતુ તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉપરાંત, 5G ટેક્નોલોજીની મદદથી, અવિરત કવરેજ, ઉચ્ચ ડેટા દરો અને અત્યંત વિશ્વસનીય સંચાર ઉપલબ્ધ થશે.



    આ સિવાય આ ટેક્નોલોજીથી મશીનોને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. 5G સેવાના રોલઆઉટ પહેલા, PM મોદીએ પ્રગતિ મેદાન ખાતે એક પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં તેઓ ભારતમાં બેઠા હતા અને સ્વીડનમાં ડ્રાઇવિંગ કર્યું હતું.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: 5G in India, Gujarati tech news, PM Modi પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन