Home /News /tech /BYJU’S Young Genius: ભારતભરમાંથી નાના ઉત્સાહિતોની શોધ

BYJU’S Young Genius: ભારતભરમાંથી નાના ઉત્સાહિતોની શોધ

પ્રતિકાત્મક તસવીર

વિભિન્ન ક્ષેત્રોના નાના પ્રતિભાશાળીઓના કૌશલ્યને બતાવવા, માન્યતા આપવા અને પ્રેરણા આપવા માટે News18ની પહેલ

તમે જ્યારે જિનિયસ એટલે કે પ્રતિભાશાળી શબ્દ સાંભળો ત્યારે મનમાં સૌથી પહેલા કયો વિચાર આવે? ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ? કોઇ એવી વ્યક્તિ જે દેખીતી ભૌતિક વસ્તુઓમાંથી કોઇ આંતરિક બાબત બહાર લાવે અને મોટી પ્રગતિઓ માટે તેને અમલમાં મૂકે? કોઇ એવી વ્યક્તિ જે પોતાને જે લક્ષ્યમાં વિશ્વાસ હોય તે દિશામાં અગ્નિ જેવા જુસ્સા અને અડગ મક્કમતાથી આગળ વધે?

કે પછી, કોઇ એવી વ્યક્તિ કે જેમની પાસે બધું જ છે અને તેની મદદથી, તે આપણે જાણતા હોઇએ તેમ દુનિયાને બદલી નાખવાનું સામર્થ્ય ધરાવે છે?

પ્રતિભાશાળી એવી વ્યક્તિ હોય છે જેનામાં ઉપરોક્ત ગુણો હોય, જેનામાં કંઇક અનોખુ વિચારવાની સાથે સાથે અનોખુ કરવાની અને નવું સર્જન કરવાની હિંમત હોય, વધુ આગળ વધવાની હિંમત હોય. તેમના મગજ અલગ તરંગલંબાઇ સાથે કામ કરે છે, તેમના IQનું સ્તર અલગ હોઇ શકે છે અને જીવનને જોવાની તેમની રીત અજોડ હોય છે.

જ્યારે આવા પ્રતિભાશાળીઓ કામ કરે ત્યારે, દુનિયા આગળ વધે છે. આથી, શા માટે આપણે આ બાબતને વધુ એક ડગલું આગળ ના લઇ શકીએ?

કલ્પના કરે કે, જો આવા કૌશલ્યવાન નાના ઉત્સાહિતો જ્યારે બાળ અવસ્થામાં હોય, જ્યારે તેમનો ઉછેર થઇ રહ્યો હોય ત્યારે જ તેમને શોધી લેવા માટે આપણી પાસે સંસાધનો હોત અને તેમના કૌશલ્ય પર નાની ઉંમરથી જ પ્રકાશ પાડીને તે દિશામાં તેમને આગળ વધવા માટે વેગવાન બનાવ્યા હોત તો, આજે દુનિયા ક્યાં પહોંચી હોત?

બસ આ જ, BYJU’S Young Genius છે જે News18ની એક પહેલ છે અને આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે જ શરૂ કરવામાં આવી છે. તેની વિગતો માટે અહીં એક નજર કરો:

" isDesktop="true" id="1048624" >

દુનિયાની સૌથી મોટી એડટેક કંપનીઓમાંથી એક એવી BYJU’S આ સહયોગ સાથે, સમગ્ર દેશમાં નાના પ્રતિભાશાળીઓને એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે છે જેથી તેઓ આગળ આવી શકે અને પોતાનું કૌશલ્ય બતાવી શકે.

જો તમે કોઇ બાળકને ઓળખતા હોવ અથવા તમારે કોઇ બાળક હોય કે જેમાં અસામાન્ય પ્રતિભાના લક્ષણો હોય અથવા તે કોઇપણ ક્ષેત્રમાં આવે ત્યારે પોતાની ઉંમરના અન્ય બાળકોની તુલનાએ કંઇક અલગ માર્ગે આગળ વધતું હોય, ભલે કે કલાજગત, રમતગમત, શિક્ષણ કે પછી બીજા ઘણા ક્ષેત્રોમાંથી કંઇપણ હોય તો, આ એવી પહેલ છે જ્યાં તમે સામેલ થઇ શકો છો. તે કોઇપણ ક્ષેત્ર અથવા કાર્ય હોઇ શકે છે; અમારે અપવાદરૂપ સિદ્ધિ અને પોતાના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે આગ જેવો ઉત્સાહ ધરાવતા નાના બાળકોની જરૂર છે.

આ પહેલ Young Genius’ તરીકે ઓળખાય છે જે અપવાદરૂપ બૌદ્ધિક પ્રતિભા ધરાવતા અને પોતે પ્રતિભાશાળી હોવાના લક્ષણો નાની ઉંમરે જ બતાવતા બાળકોની વાર્તાઓ કહેવા માટે news18 નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રથમ બૌદ્ધિક પહેલ છે. એકવાર તમામ એન્ટ્રી આવી જાય અને તારવણીની પ્રક્રિયા પૂરી થઇ જાય પછી, પસંદ કરવામાં આવેલા બાળકો સાપ્તાહિક ધોરણે પ્રસારિત થનારા શોનો હિસ્સો બની શકશે. શિક્ષણ, પરફોર્મિંગ આર્ટ્સ, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, વ્યવસાય અને તે સહિત સંખ્યાબંધ અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી ન્યૂઝ નેટવર્કની એડિટોરિયલ ટીમ દ્વારા પસંદ કરવામાં આવેલા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને જેઓ ભવિષ્યના જિનિયસ એટલે પ્રતિભાશાળી બનવાના છે તેવા ઉત્સાહી બાળકો પર પ્રકાશ પાડશે.

જો કોઇપણ પ્રકારે તમને આમાં રસ પડે અને જો તમને તમારા બાળકની કોઇ વિશેષતાની યાદ આવે તો, તમારા બાળકના ઉત્સાહની વાર્તા https://www.news18.com/younggenius/ ની મુલાકાત લઇને અથવા BYJU’S એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં 'Young Genius' વિભાગની મુલાકાત લઇને અમને જણાવો.

તમારા નાનકડા બાળકમાં રહેલા જિનિયસને બહાર લાવો!

#BYJUSYoungGenius

આ ભાગીદારીની પોસ્ટ છે.
First published:

Tags: App, Byjus, અભ્યાસ, ભારત