આ વાયરસ Email Id,પાસવર્ડ હેક કરી ચોરી શકે છે, તમારા ક્રેડિટ કાર્ડની માહિતી

News18 Gujarati
Updated: February 2, 2019, 3:28 PM IST
આ વાયરસ Email Id,પાસવર્ડ હેક કરી ચોરી શકે છે, તમારા ક્રેડિટ કાર્ડની માહિતી
પ્રતિકાત્મક તસવીર

જાણો કેવી રીતે હેકર યૂઝર બનીને તમારા ક્રેડિટ કાર્ડની જાણકારી ચોરી કરી રહ્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ગ્લોબલ સાયબર સિક્યોરિટી કંપની પાઉલો અલ્ટોએ એક માલવેરની શોધ કરી છે, જે યૂઝર્સની જાણકારી ચોરી કરી રહ્યો છે. રિસર્ચ મુજબ, આ માલવેર ગૂગલ ક્રોમમાં સેવ થયેલા યૂઝરનેમ, પાસવર્ડ, અને ક્રેડિટ કાર્ડની જાણકારી હેક કરી શકે છે. આ વાયરસ IOS યૂઝર્સ માટે પણ ખતરનાખ સાબિત થઈ શકે છે. જેના પગલે યૂઝરસ્ના મેકબૂકમાં બેકઅપમાં રહેલા આઇફોનના મેસેજ પણ હેક થઈ રહ્યાં છે.

પાલો અલ્ટો નેટવર્ક્સના યૂનિટ 42ના મતે cooclieminer નામનો આ માલવેર મેનસ્ટ્રીમ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સાથે જોડાઈ બ્રાઉઝર કુકીઝ અને યૂઝરે વિઝિટ કરેલી વોલેટ સર્વિસને પણ ચોરી શકે છે.

સાયબર એટેક કરવામાં જો હેકર સફળ થાય તો તે તમારા ઈ-વોલેટ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકે છે. હેકર પોતે યૂઝર બનીને તમારા તમામ ફન્ડ પર કાબુ મેળવી શકે છે. હેકર ક્રોમમાં સેવ કરેલા તમારા પાસવર્ડ અને મેકબૂર માં આઇટ્યૂન્સ બેકઅપ માટે વપરાતા ટેક્સ્ટ મેસેજની ચોરી કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે હેકરે યૂઝરની લૉગ-ઈન ડિટેલ્સ અને વેબ કુકીઝ, તેમજ SMSનો ઉપયોગ કરીને આ જાણકારી ચોરી કરે છે.
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर