નવો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાનું વિચારો છો? જાણો કઈ કંપનીનો પ્લાન છે સસ્તો અને સારો

નવો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાનું વિચારો છો? જાણો કઈ કંપનીનો પ્લાન છે સસ્તો અને સારો
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીમાં મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં બ્રોડબેન્ડ કનેક્શન ખૂબ જરૂરી છે. તમારા બાળકના ઓનલાઈન ક્લાસીસ માટે અથવા કામ પૂર્ણ કર્યા બાદ ફ્રેશ થવા માટે બ્રોડબેન્ડ કનેક્શન ફાયદાકારક છે.

  • Share this:
કોરોના મહામારીમાં મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં બ્રોડબેન્ડ કનેક્શન ખૂબ જરૂરી છે. તમારા બાળકના ઓનલાઈન ક્લાસીસ માટે અથવા કામ પૂર્ણ કર્યા બાદ ફ્રેશ થવા માટે બ્રોડબેન્ડ કનેક્શન ફાયદાકારક છે. 3G અથવા 4G કનેક્શનમાં કનેક્શનમાં વધુ કામ નથી થઈ શકતું. કારણ કે મોટા ભગ્ન આ લોકો કોરોના મહામારીમાં ઘરેથી મોબાઈલ નેટવર્કનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેથી રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કનો લોડ વધુ જોવા મળી રહ્યો છે.

તેમ છતાં લોકો બ્રોડબેન્ડ કનેક્શન પર ખર્ચ નથી કરી શકતા, અથવા વધુ ખર્ચ ન થાય તેવા વિકલ્પ પસંદ કરે છે. ત્યારે એવો સવાલ થાય કે કયો બ્રોડબેન્ડ પ્લાન પસંદ કરવો, જેમાં ખર્ચ ઓછો થાય? Reliance Jio Fiber, Airtel Xstream બ્રોડબેન્ડ, ACT બ્રોડબેન્ડ, BSNL, Tata Sky Broadband, Excitel પ્લાન માત્ર રૂ. 500માં 30Mbps થી 50Mbpsની સ્પીડ આપે છે. જે તમે Excitelનું લાંબા સમય માટે રિચાર્જ કરાવો છો તો તમે 100Mbpsનો લાભ મેળવી શકો છો.રિલાયન્સ જિયોએ જિયો ફાઈબર બ્રોડબેન્ડ સાથે બ્રોડબેન્ડને અસરકારક બનાવવાની કોશિશ કરી છે. જિયો ફાઈબરનો રૂ. 399નો બ્રોડબેન્ડ પ્લાન 30Mbps સ્પીડ સાથે અપલોડ અને ડાઉનલોડ કરવાની સ્પીડ આપે છે. સાથે જ સમગ્ર ભારતમાં અનલિમિટેડ વોઈસ કોલની પણ સુવિધા આપે છે. આ યોજનામાં માસિક 3300GBની મર્યાદા આપવામાં આવી છે. જે બાદ તેની સ્પીડ ઘટાડી દેવામાં આવશે.

એરટેલ એક્સ્ટ્રીમ અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન આપી રહ્યું છે. જે માસિક રૂ. 499માં 40Mbps સ્પીડ આપે છે. જે માસિક 3333GBના ઉપયોગ સુધી સીમિત છે. સ્થાનિક અને નેશનલ વોઈસ કોલની સુવિધા સાથે એરટેલ વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ અને વિંક મ્યુઝીક સ્ટ્રીમિંગ સર્વિસ આપવામાં આવે છે.

BSNL ફાઈબર બેઝિક બ્રોડબેન્ડ પ્લાન માસિક રૂ. 449માં 30Mbps સ્પીડ ઓફર કરે છે. જે રિલાયન્સ જિયો ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન કરતા માસિક ચૂકવણીની દ્રષ્ટિએ થોડો મોંઘો છે. જેમાં તમને માસિક 3300GBની મર્યાદા અને ભારતમાં અનલિમિટેડ વોઈસ કોલની પણ સુવિધા આપે છે. દિલ્હી અને મુંબઈમાં બ્રોડબેન્ડ સુવિધા પ્રદાન કરતી MTNL એ FTH-777 પ્લાન રજૂ કર્યો છે. જેમાં માસિક રૂ.777 ચૂકવવાના રહે છે અને 100Mbpsની સ્પીડ સાથે માસિક 800GB ડેટાની સુવિધા આપવામાં આવે છે. જેનો ઉપયોગ થયા બાદ સ્પીડ ઘટાડીને 1Mbps કરવામાં આવશે.

ટાટા સ્કાય બ્રોડબેન્ડે 50Mbps સ્પીડનો બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યો છે. જેમાં તમારે 3 મહિના, 6 મહિના અથવા 12 મહિના માટે એડવાન્સમાં ચૂકવણી કરવાની રહે છે. જેમાં 3 મહિના માટે રૂ. 1797, 6 મહિના માટે રૂ. 3300 અને 12 મહિના માટે રૂ. 6000 ચૂકવવાના રહે છે. જે અનુક્રમે પ્રતિમાસ લગભગ રૂ. 599, રૂ. 550 અને રૂ. 500 ગણી શકાય.

Excitel બ્રોડબેન્ડ સર્વિસ દિલ્હી NCR સહિત ભારતના શહેરોમાં ઉપલબ્ધ છે. જે 100Mbps સ્પીડ સાથે અનલિમિટેડ ડેટાની સુવિધા આપે છે. જે માટે જો તમે એડવાન્સમાં ચૂકવણી કરો છો, તો તમારે ઓછી ચૂકવણી કરવાની રહેશે. તમારે માસિક રૂ. 699ની ચૂકવણી કરવાની રહે છે, પરંતુ જો તમે 3 મહિના એડવાન્સમાં ચૂકવણી કરો છો, તો પ્રતિમાસ રૂ. 565 ખર્ચ થઈ શકે છે. જો તમે 4 મહિના એડવાન્સમાં ચૂકવણી કરો છો, તો પ્રતિમાસ રૂ. 508 ખર્ચ થઈ શકે છે અને જો તમે 12 મહિના એડવાન્સમાં ચૂકવણી કરો છો તો પ્રતિમાસ રૂ. 399 ખર્ચ થઈ શકે છે. અન્ય બ્રોડબેન્ડ પ્લાનની સરખામણીમાં Excitel 100Mbps સ્પીડની સુવિધા પ્રદાન કરે છે.

ACT બ્રોડબેન્ડ પ્લાન 50Mbps સ્પીડ સાથે માસિક 3300GBની સુવિધા આપે છે. જેમાં તમારે માસિક રૂ. 710 ચૂકવવાના રહે છે. મોટાભાગના ઉપયોગકર્તા FUP સીમા સુધી પહોંચી શકતા નથી. જે લોકો ડેટા વપરાશ વધુ કરે છે, તેમની સ્પીડ ઘટાડીને 512kbps સુધીની કરવામાં આવે છે. 40Mbps સ્પીડ સાથે રૂ. 549નો પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે.
Published by:News18 Gujarati
First published:April 13, 2021, 17:47 pm

ટૉપ ન્યૂઝ