Home /News /tech /

Detelનું આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદો માત્ર 39,999 રૂપિયામાં, સિંગલ ચાર્જમાં ચાલશે 60 કિમી, જાણો બધું જ

Detelનું આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદો માત્ર 39,999 રૂપિયામાં, સિંગલ ચાર્જમાં ચાલશે 60 કિમી, જાણો બધું જ

Easy Plus ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર

તમને આ ચાર રંગોમાં Easy Plus ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મળશે. જેમાં Red, Yellow, Teal Blue અને Royal Blue શામેલ છે.

    નવી દિલ્હી : દેશની ઇવી સ્ટાર્ટઅપ કંપની Detelએ શુક્રવારે તેનું ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું હતું. કંપનીએ તેની કિંમત 39,999 રૂપિયા રાખી છે. તમને આ ચાર રંગોમાં Easy Plus ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મળશે. જેમાં Red, Yellow, Teal Blue અને Royal Blue શામેલ છે. આ સાથે જ કંપનીએ ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

    Easy Plus ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કેવી રીતે મળશે - Detel કંપનીએ તેના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં 20AH લિથિયમ-આયન બેટરી આપી છે. જે સંપૂર્ણ ચાર્જ કરવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તો, ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર એક જ ચાર્જમાં 60 કિમી સુધીની મુસાફરી કરી શકે છે.

    આ પણ વાંચોજીન્સવાળી યુવતીને જોઈ કોમેન્ટ કરવી રોમિયોને ભારે પડી, જુઓ Video - યુવતીએ જાહેરમાં ધોઈ નાખ્યો

    ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કેવી રીતે ખરીદી શકાય છે - ડીટેલે ગયા મહિને મુંબઈમાં યોજાયેલા 2021 ઇન્ડિયા ઓટો શોમાં પ્રથમ વખત તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર ઇઝી પ્લસ બતાવ્યું હતું. તે જ સમયે, કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ફક્ત ટિયર -2 અને ટાયર -3 શહેરોમાં જ લોન્ચ કરશે. તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ઓનલાઇન બુક કરાવી શકો છો.

    આ પણ વાંચોનસવાડીમાં ખેલાયો ખૂની ખેલ: પતિએ પત્નીને કુહાડીના ફટકા મારી ઢીમ ઢાળી દીધુ, ત્રણ સંતાન નોંધારા થયા

    Detel કંપનીની શરૂઆત 2017માં થઈ - Detel કંપનીની શરૂઆત 2017માં ઇલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ સાથે થઈ હતી. કંપનીએ 2020માં ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં પ્રવેશી. તો, કંપનીનો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે, તે પ્રદૂષણ અને પર્યાવરણને સુરક્ષિત રાખતા વાહનોનું નિર્માણ કરવાનો પ્રયાસ કરશે. જેના કારણે કંપનીએ Easy Plus ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Auto, Auto news, Autofocus, Electric scooter

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन