સસ્તામાં OnePlus 9 ખરીદવાની તક, આ ફોન સામે અનેક લેટેસ્ટ સ્માર્ટફોન પાણી ભરે!

વનપ્લસ 9 ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.

વનપ્લસ 9 (OnePlus 9 5G) સ્માર્ટફોન હાલ ખૂબ ઓછી કિંમતે મળી રહ્યો છે. જો તમે આ ફોનની ખરીદી કરવા માંગો છો તો તમારા માટે આ કામના સમાચાર છે.

  • Share this:
    નવી દિલ્હી: વનપ્લસ 9 (OnePlus 9 5G) સ્માર્ટફોન હાલ ઓછી કિંમતમાં મળી રહ્યો છે. જો તમે પણ વનપ્લસ 9 ફોન ખરીદવા ઇચ્છો છો તો તે તમને 40 હજારથી ઓછી કિંમતમાં મળી જશે. માર્ચ 2021માં લૉંચ થયેલા આ ફોનની કિંમત 50 હજાર રૂપિયા હતી. આ કિંમત ફોનના 8GB+128GB વેરિએન્ટની છે. જો તમે 12GB+256GB વેરિએન્ટ પસંદગી કરો છો તો આ ફોન લોંચ થયો હતો ત્યારે તેની કિંમત 55 હજાર રૂપિયા હતી. જોકે, હાલ તમે આ ફોન 45 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન ઉપર કંપની ક્રેડિટ કાર્ડ (Credit card)થી લઈને ન-કૉસ્ટ ઈએમઆઈ સહિત અનેક ઑફર આપી રહી છે.

    સ્માર્ટફોનની વિશેષતા

    >> OnePlus 9 ફોન 6.55 ઇંચ ફૂલ એચડી+ Fluid AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. જેનું રિઝોલ્યુશન 2400 x 1080 પિક્સલ છે.

    >> પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે.

    >> ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    >> આ ફોનમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનેલ સ્ટોરેજ આપવામાં આવ્યાં છે.

    >> આ ફોન 5G કનેક્ટિવીટી સપોર્ટ કરે છે.

    >> OnePlus 9 Pro ફોનમાં 6.7 ઇંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 1440×3216 પિક્સલ છે.

    >> આ ફોન એન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ Oxygen OS 11 પર કામ કરે છે.

    ફોન પર ઑફર

    વનપ્લસ 9ની નવી કિંમત 8GB+128GB વેરિએન્ટ માટે 46,999 રૂપિયા અને 12GB+256GB વેરિએન્ટ માટે 51,999 રૂપિયા છે. આ ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. જેમાં એસ્ટ્રલ બ્લેક, આર્કટિક સ્કાઈ અને વિન્ટર મિસ્ટ સામેલ છે. તેનો મતલબ એવો થયો કે ફોન લૉન્જિંગ ભાવથી ત્રણ હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે.

    SBIની ઑફર

    SBI ક્રેડિટ કાર્ડ યૂઝર 7000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જેમાં 8GB+128GB વેરિએન્ટની કિંમત 39,000 રૂપિયા અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 44,999 રૂપિયા થઈ જશે.

    આ પણ વાંચો: Nokiaનો પ્રથમ 5G ફોન: પ્રી-બુકિંગ પર ફ્રીમાં મળશે ઈયરબડ્સ, જાણો કિંમત અને ફીચર્સ

    આ ઉપરાંત યૂઝર્સ RedCoinsની મદદથી 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એટલું જ નહીં, SBI ક્રેડિટ કાર્ડ સાથે 9 મહિના સુધીની નો-કૉસ્ટ ઈએમઆઈ, બજાજ ફીનસર્વ ક્રેડિટ કાર્ડ સાથે છ મહિનાની નો-કૉસ્ટ ઈએમઆઈ અને જૂનો ફોન એક્સેન્જ કરાવીને 3000 રૂપિયાની વધારાની છૂટ મેળવી શકાય છે. આ ઑફર કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરીને તમે ઑફર વિશે જાણી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: