સામાન્ય રીતે આપણે મોબાઈલમાં ફ્રી ગેમ્સ રમતાં હોઈએ છીએ. પરંતુ કેટલીક વાર ગેમમાં વધુ અપગ્રેડેડ ફેસિલિટી માટે યુઝર્સે જૅમ કે ડાયમંડને સાચા પૈસાથી ખરીદવાં પડે છે. તેમજ પ્લે સ્ટોર પર મુવી, મ્યુઝિક તેમજ કેટલીક બુક્સ, ગેમ્સ અને એપ્સીકેશન પણ પૈસાથી ખરીદવી પડે છે. જો તમે પણ ગેમર્સમાંનાં એક છો અને ગેમમાં જૅમ, કૉઈન કે ડાયમંડ તેમજ પ્લે સ્ટોર પર કોઈ પેઈડ એપ્લિકેશન કે ગેમ ખરીદવા ઈચ્છો છો તો હવે તમે તેને સાચુકલા પૈસા ખર્ચ્યા વગર પણ મેળવી શકો છો, માત્ર કેટલાંક સર્વેક્ષણોનાં જવાબ આપીને.
આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે સૌપ્રથમ Google Opinion rewards એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તમારા વિશેના મૂળભૂત પ્રશ્નોના જવાબ આપો. પછી અઠવાડિયામાં એકવાર તમને સર્વેક્ષણ મોકલવામાં આવશે. આ સર્વેનાં જવાબો આપે ટીક કરવાનાં રહેશે. તેનાં પ્રશ્નો તમારી રોજીંદી જીંદગીને લગતાં હશે. જેમકે, તમારા ઘરે વિજળી કઈ કંપનીનાં માધયમથી આવે છે? તમે Facebook, Twitter, tumblr, Instagram આમાંથી કોની સાથે પરીચિત છો? તેમજ તમને નીચેમાંથી કઈ કંપનીનું પ્રમોશન સૌથી વધુ આકર્ષક લાગે છે? અને આ એક સર્વેક્ષણને સાચી રીતે પૂર્ણ કરવા પર પ્લે ક્રેડિટમાં ₹ 32.50 સુધી પ્રાપ્ત થઈ શકે છે.
હવે સર્વેક્ષણ પુરા કરી મેળવો ઓપિનિયન રિવોર્ડ. આ ઓપિનિયન રિવોર્ડમાં ગુગલ યુઝર્સને ઓનલાઈન મની(પ્લે ક્રેડિટ) આપે છે જેનો ઉપયોગ ગુગલ પ્લે સ્ટોરમાં કોઈપણ પેઈડ એપ્લિકેશન, ગેમ્સ, બુક, મુવી કે મ્યુઝિક માટે કરી શકાય છે. બસ તો હવે આ રિવોર્ડની મદદથી મફતમાં ખરીદો પેઈડ એપ્લિકેશન અને ગેમ્સનાં જૅમ-ડાયમંડ્સ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર