Home /News /tech /JioPhone Next: ફક્ત 1,999 રૂપિયામાં થરીદો શાનદાર ફીચરવાળો સ્માર્ટફોન

JioPhone Next: ફક્ત 1,999 રૂપિયામાં થરીદો શાનદાર ફીચરવાળો સ્માર્ટફોન

જિયોફોન નેક્સ્ટ (Image: Soumyadip Choudhury / News18)

JioPhone Next: આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન QM215 ચિપસેટ આપવામાં આવી છે, જેમાં 2GB RAM અને 32GB સ્ટોરેજ આપવામાં આવશે.

નવી દિલ્હી: જિયો ફોન (Jio Phone)ને સફળતા મળ્યા બાદ રિલાયન્સ જિયોએ ગૂગલ (Google) સાથે મળીને નવો સ્માર્ટફોન લૉંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનને જિયોફોન નેક્સ્ટ (JioPhone Next) નામ આપવામાં આવ્યું છે. જિયોફોન નેક્સ્ટને જે કિંમતે લૉંચ કરવામાં આવ્યો છે, તે કિંમતે આજ સુધી એક પણ ફોન લોન્ચ કરવામાં આવ્યો નથી. જિયો ફોન નેક્સ્ટને રૂ. 1999 (ડાઉન પેમેન્ટ)માં ખરીદી શકાય છે. બાકીની કિંમત તમે હપ્તેથી ચૂકવી શકો છો. તમે તે પૈસાની ચૂકવણી 18 મહિનામાં અથવા 24 મહિનામાં કરી શકો છો. જો તમે રોકડેથી ફોન ખરીદવા ઈચ્છો છો તો તમારે રૂ. 6,499 ચૂકવવાના રહેશે.

આ સ્માર્ટફોન છે મેડ ફોર ઈન્ડિયા

આ સ્માર્ટફોન માત્ર 'મેડ ઈન ઈન્ડિયા' જ નહીં, પરંતુ 'મેડ ફોર ઈન્ડિયા' પણ છે. 4 નવેમ્બર દિવાળીના દિવસથી તમે જિયોફોન નેક્સ્ટની ખરીદી કરી શકશો. લાખો- કરોડો લોકોના જીવનમાં આ સ્માર્ટફોન ગેમ ચેન્જર સાબિત થશે. આ સ્માર્ટફોન એક નજરે જોતા જ લોકોની મહત્વાકાંક્ષા પૂર્ણ કરતો હોય, તેવું લાગી રહ્યું છે.

આ સ્માર્ટફોનનું મોડલ અન્ય સ્માર્ટફોન જેવું જ જોવા મળી રહ્યું છે, પરંતુ તે અંદરથી ખૂબ જ અલગ છે. જેની કિંમત પણ ખૂબ જ ઓછી છે. આ સ્માર્ટફોનથી એન્ડ્રોઈડ સ્માર્ટફોનના માર્કેટની સૌથી મોટી મુશ્કેલી સોલ્વ થઈ ગઈ છે. ઘણીવાર સ્માર્ટફોન ધીમો ચાલવા લાગે છે અને અપડેટ્સ આવતી નથી. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન QM215 ચિપસેટ આપવામાં આવી છે, જેમાં 2GB RAM અને 32GB સ્ટોરેજ આપવામાં આવશે. આ સ્માર્ટફોન OS પર ચાલશે, જે એન્ડ્રોઈડ ગો (Android Go) પર આધારિત છે.

યૂઝર્સને પરેશાની નહીં થાય

આ સ્માર્ટફોનનું ઈન્ટરફેસ ખૂબ જ ક્લિઅર જોવા મળશે. આ સ્માર્ટફોનમાં જિયોએ વધુ પડતાં કસ્ટમાઈઝેશન કર્યા નથી. મોટાભાગના એન્ડ્રોઈડને તેના કારણે પરેશાની થતી હોય છે. જેમાં કેટલીક એપ્લીકેશન હોય છે, જે પહેલેથી જ ઈન્સ્ટોલ હોય છે અને તેને ડિલીટ કરી શકાતી નથી. જેમાં ગૂગલની કેટલીક જરૂરી એપ્લિકેશનની સાથે સાથે મહત્વની એપ્લિકેશન છે, જેમ કે, JioCinema, JioGames, JioMart, JioMeet, JioSaavn, JioTV અને MyJio. ઉપરાંત મેટાની એપ્લિકેશન Facebook, Instagram અને WhatsApp પહેલેથી જ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: તમારા સ્માર્ટફોનની કઈ એપ્લિકેશન તમારો કયો ડેટા યૂઝ કરે છે? iOS 15.2માં હશે અનેક સુરક્ષા અપડેટ્સ- જાણો વિગત 

આ એપ્લિકેશનની સાથે સાથે અન્ય એવી એપ્લિકેશન છે, જે એન્ડ્રોઈડ ગો માટે કસ્ટમાઈઝ કરવામાં આવી છે. જેમાં ગૂગલ આસિસ્ટન્ટ, ગેલેરી, જિયો સિનેમા, ફેસબુક અને જિયોટીવી શામેલ છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11:00 પર રન થાય છે, જેમાં 5 સપ્ટેમ્બર 2021 ના રોજ આપવામાં આવેલા સિક્યોરિટી અપડેટ પણ સામેલ છે. આ પ્રકારની અપડેટ સમયાંતરે આપમેળે આવતી રહેશે. આ ફીચરની મદદથી આ સ્માર્ટફોન અન્ય સ્માર્ટફોનની સરખામણીએ આગળ પડતો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ કાર્ડની સાથે સાથે ઈન્ટરનલ સ્ટોરેજ કાર્ડ માટે પણ એક પ્લોટ આપવામાં આવ્યો છે. ઈન્ટરનલ સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય છે.

અંધારામાં પણ સારા ફોટોઝ ક્લિક થઈ શકશે

આ સ્માર્ટફોનમાં 3.5mm નો એક ઓડિયો જેક આપવામાં આવ્યો છે, પરંતુ ઈયર ફોન આપવામાં નહીં આવે. આ સ્માર્ટફોનને બેકઅપ આપવા માટે 3500mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ટાઈપ સી કેબલ આપવામાં આવશે, પરંતુ ચિપસેટ લિમિટેશન્સના કારણે આ પ્રકારે કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 13mp નો કેમેરા અને ફ્રન્ટમાં સેલ્ફી માટે 8mpનો કેમેરા આપવામાં આવ્યો છે. HDR મોડનો યૂઝ કરીને ફોટોઝમાં સુધારો કરી શકાય છે અને અંધારામાં પણ ખૂબ જ સારા ફોટોઝ ક્લિક કરી શકાય છે.

આ પણ વાંચો: તસવીરોમાં જુઓ JioPhone Nextનું અનબૉક્સિંગ: શાનદાર લાગી રહ્યો છે 'મેડ ફૉર ઇન્ડિયા' સ્માર્ટફોન

720×1140 સાઈઝની સ્ક્રીન બ્રાઈટ અને રિસ્પોન્સિવ છે. જેમાં ફિંગરપ્રિન્ટ ક્લિઅર જોવા મળે છે. આ સ્માર્ટફોનમાં સ્પીકર પણ ખૂબ જ લાઉડ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી, પરંતુ બજેટ ફ્રેન્ડલી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવો અને તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ના હોવું તે કોઈ મોટી વાત નથી.

આ દિવાળીએ ઘરે ખુશીઓ લાવો

આ દિવાળીએ જિયોફોન નેક્સ્ટનું આ પેક તમારા માટે ખૂબ જ ખુશીઓ લાવી શકે છે. માત્ર રૂ.1999 આપીને તમે આ સ્માર્ટફોન ખરીદી શકો છો. જેમાં અનેક ફીચર આપવામાં આવ્યા છે. રૂ. 1999 ચૂકવીને તમારે બાકી રહેલા પૈસા હપ્તાથી ચૂકવવાના રહેશે. તમારે આ ફોન હપ્તેથી ખરીદવો છે કે રોકડેથી તે તમારે નક્કી કરવાનું રહેશે.

આ પણ વાંચો: OnePlus 7 series માટે આવ્યું ખાસ સુરક્ષા અપડેટ, જાણો શું ફેરફાર કરાયો

ગૂગલ આસિસ્ટન્ટ ગો તથા સહિત અનેક ફીચર આ ફોનને ખૂબ જ સુવિધાદાયક બનાવે છે. જો તમે તમારા માટે સેકન્ડરી અથવા બેકઅપ ડિવાઈસ તરીકે રાખવા ઈચ્છો છો, તો તમે આ સ્માર્ટફોન ખરીદી શકો છો. અનેક લોકો બાળકોના ઓનલાઈન એજ્યુકેશન માટે આ સ્માર્ટફોનને ખરીદવા ઈચ્છે છે. જિયો ફોન નેક્સ્ટ તેમના માટે ખૂબ જ અદભુત સ્માર્ટફોન સાબિત થઈ શકે છે.
First published:

Tags: Jio, JioPhone Next, ગૂગલ, રિલાયન્સ, સ્માર્ટફોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો