Home /News /tech /iPhone 13 પર મળી રહી છે બંપર છૂટ, જાણો કઇ રીતે લઇ શકો છો ઓફર્સનો લાભ
iPhone 13 પર મળી રહી છે બંપર છૂટ, જાણો કઇ રીતે લઇ શકો છો ઓફર્સનો લાભ
iPhone 13 પર મળી રહી છે બંપર છૂટ, જાણો કઇ રીતે લઇ શકો છો ઓફર્સનો લાભ
Bumper Offer on iPhone13: જો તમારે પણ આઈફોન ખરીદવો હોય તો ફ્લિપકાર્ટ પર અત્યારે iPhone 13 માટે ભારે છૂટ મળી રહી છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટ પર રુ. 47,499માં ખરીદી શકો છો. આ ઉપરાંત જો કોઈ જૂનો ફોન હોય તો તમને વધારાનું 7500 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ આઇફોન 13 પર ભારે ડિસ્કાઉન્ટ (Bumper Discount on iPhone 13) આપી રહ્યું છે. 128 GB ઇન્ટર્નલ સ્ટોરેજવાળા સ્માર્ટફોનનું બેઝ મોડલ ઇ-ટેલરની સાઇટ પર 64,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે. ડિવાઇસ પર ફ્લેટ 7 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત હેન્ડસેટ પર અન્ય ઓફર્સ (iPhone 13 offers) પણ ઉપલબ્ધ છે, જેની મદદથી તમે આ ડિવાઇસને 47,499 રૂપિયામાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ આ ઓફર્સ વિશે વિગતવાર. ફ્લિપકાર્ટ (Flipkart Offer) આઇફોન 13 પર 17,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફ ઓફર (iPhone Exchange Offer) કરી રહી છે. જો કે એક્સચેન્જ ઓફરમાં ડિસ્કાઉન્ટ તમારા જૂના સ્માર્ટફોન ફોનની સ્થિતિ પર નિર્ભર કરશે.
આ ઉપરાંત આઇફોન 13ની ખરીદી પર ખરીદદારો બેંક ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકે છે. ગ્રાહકો ફેડરલ બેંકના ડેબિટ કાર્ડ પર 10 ટકા અને 5,000 રૂપિયાથી વધુના ઓર્ડર પર 1,500 રૂપિયા સુધીની છૂટનો પણ લાભ લઈ શકે છે. એટલું જ નહીં ફ્લિપકાર્ટ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને ખરીદી પર 5 ટકા કેશબેક પણ મળી રહ્યું છે. આ સિવાય તમે ફ્લિપકાર્ટ પરથી આ પ્રીમિયમ ડિવાઇસને દર મહિને 10,834ની નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકો છો.
iPhone 13ના ફીચર્સ
iPhone 13માં A15 બાયોનિક ચિપસેટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, આ એ જ ચિપસેટ છે જેનો ઉપયોગ આઇફોન 14માં કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર સ્ક્રીન સાથે આવે છે અને તેમાં લાંબી બેટરી લાઇફ આપવામાં આવી છે. આ હેન્ડસેટ 128 GB, 256 GB અને 512 GB સ્ટોરેજ મોડલમાં ઉપલબ્ધ છે.
iPhone 13 ફોન રેડ, બ્લૂ, ગ્રીન, પિંક, સ્ટારલાઇટ વ્હાઇટ અને મિડનાઇટ બ્લેક કલર ઓપ્શન સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો, ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12MP વાઇડ અને 12MP અલ્ટ્રા-વાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે જ તેના ફ્રન્ટમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12 MP સેન્સર છે.
iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G VoLTE, 4G LTE, UMTS, GSM, Wi-Fi 6 અને બ્લૂટૂથ વર્ઝન 5.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન iOS 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને iOS 16 ઓપરેટિંગ સિસ્ટમ પણ મેળવી શકે છે. આ ફોન વોટર અને રેસિસ્ટન્ટ ટેકનોલોજીથી સજ્જ છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર