Auto News: તહેવારની સીઝનમાં (Festive Season) ઓટોમોબાઈલ કંપનીઓએ (Automobile Companies) ડિસ્કાઉન્ટ અને ઓફરની (Discount and Offers) જાહેરાત કરી છે. કોરોના મહામારીને (Corona Pandemic) કારણે અનેક કાર કંપનીઓમાં કારના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. મારુતિની (Maruti Suzuki) કાર વેચાણમાં 46.16 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને હ્યુન્ડાઈ મોટર્સના (Hyundai Motors) વેચાણમાં રૂ. 23.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટાટા મોટર્સ (Tata Motors) જેવી કંપનીઓ ગ્રાહકોને કારની ખરીદી પર મફત વીમો (Free Car Insurance) અને એક્સિટેન્ડેડ વોરંટીનો (Accidental Car Warranty) લાભ આપી રહી છે. ત્યારે Maruti Suzuki અને Tata Motors બાદ Hyundai Motors દ્વારા અનેક કાર પર બંપર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 મહિના સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાશે. હ્યુન્ડાઈ ઓક્ટોબર 2021માં અનેક મોડલ અને કેટલાક વેરિએન્ટ પર રૂ.15,000થી લઈને રૂ.1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta), હ્યુન્ડાઈ i20 N Line (Hyundai Creta), Venue, Verna, Elantra અને Tucson પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નથી. જોકે, Santro, ગ્રાન્ડ i10 Nios, Aura, i20 અને કોના ઈલેક્ટ્રિક પર અનેક પ્રકારના લાભ આપવામાં આવી રહ્યા છે.
Hyundai મોટર્સ
Hyundai Kona Electric કંપનીની એકમાત્ર એવી EV પ્રોડક્ટ છે, જેના પર રૂ. 1.50 લાખનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Hyundai i20ના ડિઝલ વર્ઝન પર રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. i20 ના iMT ટર્બો યૂનિટ પર રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર અને કોર્પોરેટ ઓર્ડર માટે રૂ. 5,000નું વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Hyundai Grand i10 Nios 1.2 પેટ્રોલ અને Hyundai Aura with the 1.2L પેટ્રોલ યુનિટ પર રૂ. 10,000નું કેશ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000 એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ કારના કોર્પોરેટ ઓર્ડર પર રૂ. 5,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Hyundai મોટર્સની Xcent Prime પર રૂ. 50,000નું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Hyundai Grand i10 Nios અને Hyundai Aura ના ટર્બો પાવરટ્રેઈન પર રૂ .35,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર ઉપરાંત રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી તમને રૂ. 50,000નો ફાયદો થઈ શકે છે. Hyundai Santro, Hyundai Grand i10 Nios અને Hyundai Auraના CNG વર્ઝન પર રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર તથા રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી તમને રૂ. 15,000નો ફાયદો થઈ શકે છે. Hyundai Santroના મિડ અને ટોપ-સ્પેક મેગ્ના, સ્પોર્ટ્ઝ, એસ્ટ્રા વેરિએન્ટ પર રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ તથા રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. base Hyundai Santro Era વેરિએન્ટ પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
હોંડા (Honda Cars)
હોંડા પોતાની અનેક કાર પર રૂ. 18,000થી લઈને રૂ.53,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં અમેઝ (2021) પર લોયલ્ટી બોનસ, એક્સચેન્જ ઓફર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 18,000 સુધીનો લાભ મળી શકે છે.
હોંડા સિટીના ઝેડ જનરેશન પર રૂ.53,505 અને વાય જનરેશન પર રૂ. 22,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમજ કંપની WRV પર રૂ. 40,000 અને જેઝ પર રૂ. 45,900 સુધીનું ડિસ્કાઉન્ટનો લાભ આપે છે.
ટાટા (Tata Motors)
ટાટા કંપની નિયોન, ટિયાગો, ટિગોર અને હેરિયર તથા અનેક કાર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સેન્જ બોનસ, ફ્રી વીમો અને એક્સટેન્ડેડ વોરંટી આપી રહી છે. ટાટા ટિયાગોના અનેક મોડલ પર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 23,000થી લઈને રૂ. 28,000 સુધીના ડિસ્કાઉન્ટના લાભ મેળવી શકાય છે.
ટિગોરના પેટ્રોલ વેરિએન્ટ પર રૂ. 28,000, ટાટા નિયોનના પેટ્રોલ વેરિએન્ટ પર રૂ. 3,000 અને ડીઝલ વેરિએન્ટ પર એક્સચેન્જ બોનસ સાથે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 20,000ના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાય છે. ટાટા નિયોન EV પર રૂ. 13,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ SUV હેરિયર પર રૂ. 15,000નો લાભ મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર