Home /News /tech /

Bulli Bai App: મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ બનાવતી વિવાદિત 'બુલ્લી બાઈ' એપ શું છે? આ પહેલા ક્યારે થયો હતો વિવાદ

Bulli Bai App: મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ બનાવતી વિવાદિત 'બુલ્લી બાઈ' એપ શું છે? આ પહેલા ક્યારે થયો હતો વિવાદ

બુલ્લી બાઈ એપ પર વિવાદ (પ્રતીકાત્મક તસવીર)

Bulli Bai App: 'બુલ્લી બાઈ' નામની એપથી ઊભો થયેલો વિવાદ ગત વર્ષે જુલાઈમાં 'સુલ્લી ડીલ' જેવો જ છે. જેમાં આશરે 80 મુસ્લિમ મહિલાઓને 'વેચાણ માટે' રાખવામાં આવી હતી.

    નવી દિલ્હી. Bulli Bai App: 2022ના વર્ષની શરૂઆત એક વિવાદસ્પદ એપને લઈને થઈ. જેમાં 100થી વધારે મુસ્લિમ મહિલાઓની તસવીર (Muslim women)ની ઓનલાઇન હરાજી કરવાની વાત સામે આવી હતી. જે બાદમાં વિવાદ ઊભો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ મામલે ચોથી જાન્યુઆરીના રોજ બેંગલુરુમાંથી એક 21 વર્ષીય એન્જીનિયરિંગ સ્ટુડન્ટની મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાંચે (Mumbai police crime branch) ધરપકડ કરી છે. કથિત રીતે મુસ્લિમ મહિલાઓનું અપમાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી એપથી પોસ્ટ કરવામાં આવેલા અપમાનજનક સાહિત્ય માટે પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવા બદલ યુવકની અટકાયત કરવામાં આવી છે.

    વિવાદિત એપમાં અભિનેત્રી શબાની આઝમી, દિલ્હી હાઇકોર્ટના વર્તમાન જજના પત્ની, અનેક પત્રકારો, કાર્યકરો અને રાજનેતાઓની તસવીરો સામેલ હતી, જેને હરાજી માટે અપલોડ કરવામાં આવી હતી. 'બુલ્લી બાઈ' નામની એપથી ઊભો થયેલો વિવાદ ગત વર્ષે જુલાઈમાં 'સુલ્લી ડીલ' જેવો જ છે. જેમાં આશરે 80 મુસ્લિમ મહિલાઓને 'વેચાણ માટે' રાખવામાં આવી હતી.

    શું છે Bulli Bai એપ સાથે જોડાયેલો વિવાદ?

    'બુલ બાઈ' એપ માઇક્રોસૉફ્ટની માલિકીની ઓપન સૉફ્ટવર ડેવલપમેન્ટ સાઇટ GitHub પર બનાવવામાં આવી હતી. જેમાં 'બુલી' શબ્દ સ્થાનિક ભાષામાં મુસ્લિમ મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવતો અપમાનજક શબ્દ છે. એપ પર પ્રોફાઈલમાં પીડિતોની તસવીરો અને અન્ય વિગતો સામેલ છે. આ વિગત મહિલાઓની સહમતિ વગર શેર કરવામાં આવી રહી છે.

    આ ઘટના ત્યારે વાયરલ થઈ ગઈ જ્યારે એક મહિલા પત્રકારે બુલ્લી બાઈ એપ પર પોતાની વેચવામાં આવી રહેલી એક તસવીરને 'ડીલ ઑફ ધ ડે' સ્વરૂપમાં શેર કરી. પત્રકારે ટ્વિટ કરીને કહ્યુ કે, "આ ખરેખર દુઃખદ છે. એક મુસ્લિમ મહિલા તરીકે તમારે નવા વર્ષની શરૂઆત ડર અને ધૃણા સાથે કરવી પડી રહી છે."

    શું હતો સુલ્લી ડીલ વિવાદ?

    ભારતમાં મુસ્લિમ મહિલાઓને ઓનલાઈન 'હરાજી' માધ્યમથી પરેશાન કરવાનો આ બીજો પ્રયાસ છે. જુલાઈ 2020માં "સુલ્લી ડિલ્સ" નામની એક એપ સામે આવી હતી. જેમાં અનેક મુસ્લિમ મહિલાઓને ઑનલાઇન બોલી એટલે કે હરાજી માટે રાખવામાં આવી હતી.

    એપમાં મહિલાઓની સહમતિ વગર 80 પ્રોફાઇલ મૂકવામાં આવી હતી. તેમના નામોને 'ડીલ ઑફ ધ ડે' કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. 'સુલી' એક અપમાનજનક શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ મુસ્લિમ મહિલાઓ માટે કરવામાં આવે છે.

    આ પણ વાંચો: આઈફોન 15માંથી ફિઝિકલ SIM slot કાઢી નાખશે એપલ, eSIMનો થઈ શકશે ઉપયોગ

    એપ પર નજર

    આ વિવાદ બાદ તમામ રાજકીય પાર્ટીઓના શીર્ષ નેતાઓએ આ મામલે કડક કાર્યવાહી કરવામાં માંગણી કરી છે. આ એપ અને પ્લેટફોર્મ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, "મહિલાઓનું અપમાન અને સાંપ્રદાયિક નફરત ત્યારે જ બંધ થશે જ્યારે આપણે તમામ એક અવાજમાં તેની વિરુદ્ધ ઊભા થઈશું. વર્ષ બદલાયું છે, હવે હાલત પણ બદલો. હવે બોલવું પડશે!"
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: App, ટેકનોલોજી, મુસ્લિમ, મોબાઇલ

    આગામી સમાચાર