Home /News /tech /

Tips: ઘરના રૂમમાં કેટલા વૉટનો બલ્બ લગાવવો જોઈએ? જાણો વિગતવાર

Tips: ઘરના રૂમમાં કેટલા વૉટનો બલ્બ લગાવવો જોઈએ? જાણો વિગતવાર

બલ્બ (પ્રતીકાત્મક તસવીર)

Bulb tips: નિષ્ણાતો અનુસાર 100 વર્ગફૂટના વિસ્તાર માટે 16થી 18 વૉટના બલ્બમાંથી નીકળતો પ્રકાશ યોગ્ય રહેશે. 10×10 વર્ગ ફૂટના રૂમ માટે 20 થી 25 વૉટના LED બલ્બનો ઉપયોગ કરવો જોઈએ.

નવી દિલ્હી: રૂમમાં લગાવેલા બલ્બના પ્રકાશની તમારા પર, તમારી આંખો પર અને તમારા કામ પર અસર થાય છે. જેથી રૂમમાં કેટલા વૉટનો અને કેવો બલ્બ લગાવવો જોઈએ તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. સૌથી પહેલા રૂમનું માપ કેટલું છે તે જાણવું જરૂરી છે. જો રૂમ 100 વર્ગફૂટનો હોય તો 16થી 18 વૉટનો LED બલ્બ લગાવવો જોઈએ. નિષ્ણાતો અનુસાર 100 વર્ગફૂટના વિસ્તાર માટે 16થી 18 વૉટના બલ્બમાંથી નીકળતો પ્રકાશ યોગ્ય રહેશે. 10×10 વર્ગ ફૂટના રૂમ માટે 20 થી 25 વૉટના LED બલ્બનો ઉપયોગ કરવો જોઈએ.

કોના પર પ્રકાશની કેવી અસર

રૂમનો ઉપયોગ કોણ કરે છે તે અનુસાર રૂમમાં બલ્બનો પ્રકાશ હોવો જોઈએ. 50 વર્ષ સુધીના લોકોને સામાન્ય પ્રકાશમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી. 60 વર્ષથી ઉપરના લોકોને વધુ પ્રકાશની જરૂર પડે છે. આ કારણોસર જો રૂમમાં 60 વર્ષથી ઉપરના લોકો રહેતા હોય તો વધુ વૉટનો બલ્બ હોવો જોઈએ.

કલર અને વોલપેપર

રૂમમાં કયા કલરનું પેઈન્ટ અને વોલપેપર છે, તેના કારણે પણ પ્રકાશ પર અસર પડે છે. નિષ્ણાતો અનુસાર રૂમમાં જો ઘાટા રંગનું પેઈન્ટ અને વોલપેપર હોય તો વધુ વૉટના બલ્બની જરૂર પડે છે. સફેદ, ક્રીમ, પીચ, લાઈટ પિંક, આસમાની તથા અન્ય લાઈટ કલરની દીવાલ હોય તો તે પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરે છે. આ કારણોસર લાઈટ કલરની દીવાલ હોય તો વધુ વૉટના બલ્બની જરૂરિયાત રહેતી નથી.

LED બલ્બનો ઉપયોગ

શહેરી વિસ્તારમાં લોકોને ફિલામેન્ટ બલ્બ ખૂબ જ ઓછો પસંદ આવે છે. આ કારણોસર શહેરી વિસ્તારમાં LED બલ્બનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓછા વૉટમાં વધુ પ્રકાશ આપતા હોવાથી અને વીજળીનો વધુ વપરાશ ના થતો હોવાને કારણે LED બલ્બ લોકોને વધુ પસંદ આવી રહ્યા છે. LED બલ્બ થોડા મોંઘા હોય છે પરંતુ વધુ સમય સુધી તેનો વપરાશ કરી શકાય છે.

આ પણ વાંચો: iPhone tips: એક જ આઈફોનમાં બે વોટ્સએપ નંબર ચાલી શકે? અપનાવો આ સરળ રીત

નિષ્ણાતો જણાવે છે કે, સફેદ LED બલ્બ તમામ પ્રકારના વાતાવરણમાં માટે યોગ્ય હોવાથી સૌથી ઉત્તમ વિકલ્પ છે. સ્ક્રીન પર કામ કરવા માટે અને સામાન્ય વપરાશ માટે પણ સફેદ LED બલ્બ લગાવી શકાય છે.

નોંધ: ઉપર આપવામાં આવેલા જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. જો તમને આંખની તકલિફ હોય તો કેવો અને કેટલા પ્રકાશનો બલ્બ ઉપયોગ કરવો તેના વિશેની માહિતી નિષ્ણાત ડૉક્ટર પાસેથી મેળવવી જોઈએ.
First published:

Tags: Electricity, Gadgets, Tech, Tips

આગામી સમાચાર