Home /News /tech /

લટકી રહ્યું હતું મોબાઈલ ચાર્જર, મોંઢામાં પીન નાખતા જ બાળકનું થયું મોત

લટકી રહ્યું હતું મોબાઈલ ચાર્જર, મોંઢામાં પીન નાખતા જ બાળકનું થયું મોત

પ્રતિકાત્મક તસવીર

પ્લગમાં ચાર્જર લગાવેલું રહેવાથી તે ખરાબ થઈ જવાની આશંકા રહે છે. પ્લગમાં ચાર્જર લગાવેલું હોવાથી કરંટ લાગવાની આશંકા રહે છે

    બુલંદ શહેરમાં મોબાઈલ ચાર્જરની પીન મોંઢામાં લેવાથી એક અઢી વર્ષના માસૂમનું મોત નિપજ્યું છે. પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે જ રસ્તામાં બાળકનું મોત થઈ ગયું. આ ઘટનાથી મૃતક બાળક સહવરના પરિવારજનોમાં સોંપો પડી ગયો.

    આ ઘટના જહાંગીરાબાદના મોહલ્લા લોધાનાની છે. અહમદ હુસૈનની દીકરી રજિયા રમજાનમાં પોતાના પિતાને ત્યાં જુમ્મા પર ઈફ્તારી દાવત માટે દિલ્હીના બદરપુર સ્થિત પોતાના પિયર આવી હતી. શનિવારે અઢી વર્ષના માસૂમ સહવરના જીવનું દુશ્મન મોબાઈલ ચાર્જર બની ગયું. માસૂમના મોતથી પરિવારજનોમાં કોહરામ મચી ગયો છે.

    મોબાઈલ વેપારીઓનું કહેવું છે કે, મોબાઈલનું ચાર્જર ઘણું ઊંચે લગાવો, જેથી બાળકનો હાથ ત્યાં સુધી ન પહોંચે. મોબાઈલને ચાર્જ કર્યા બાદ ચાર્જરને પ્લગમાંથી નીકાળી મુકો. પ્લગમાં ચાર્જર લગાવેલું રહેવાથી તે ખરાબ થઈ જવાની આશંકા રહે છે. પ્લગમાં ચાર્જર લગાવેલું હોવાથી કરંટ લાગવાની આશંકા રહે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bulandshahr, Child Death, Due, Hanging, Nodal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन