iPhoneમાં આવ્યો બગ, કોલ રિસીવ કર્યા વગર લોકો સાંભળી રહ્યા છે વાતો

ફાઇલ તસવીર

આ અંગે નિવેદન આપતા એપલના પ્રવક્તાએ કહ્યુ કે, અમને આ સમસ્યા અંગે જાણકારી છે, અમે આ અઠવાડિયે સોફ્ટવેર અપડેટ સાથે બગને ફિક્સ કરવા માટે સોફ્ટવેર પેચ રજૂ કરીશું.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : તાજેતરમાં iPhoneમાં એક બગ હોવાની વાત સામે આવી છે. જેમાં યૂઝર્સ વીડિયો કોલ રિસીવ ન કરવા છતાં લોકોને તેમની વાતો સંભળાઈ રહી છે. આ બગને લઈને એપલ તરફથી માહિતી આપવામાં આવી છે કે તેઓ બહું ઝડપથી આનું સમાધાન લાવશે તેમજ આ બગ માટે સોફ્ટવેર પેચ રજૂ કરશે.

    આ બગમાં એક iPhone યૂઝરને એપલના Face Time એપ્લિકેશનના માધ્યમથી વીડિયો કોલિંગ કરવા પર સામે વાળા ફોન રિસીવ ન કરે તો પણ તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ બગ એપલના ગ્રુપ કોલિંગ ફિચરમાં આવ્યો છે. આ ફિચરની જાહેરાત એપલે ગત ઉનાળામાં કરી હતી. જોકે, એપલે ઝડપથી તેને iOS 12ના ટેસ્ટ વર્ઝનથી હટાવી દીધું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ ફિચરને તમામ માટે લોંચ કરી દેવામાં આવ્યું હતું.

    આ અંગે નિવેદન આપતા એપલના પ્રવક્તાએ કહ્યુ કે, અમને આ સમસ્યા અંગે જાણકારી છે, અમે આ અઠવાડિયે સોફ્ટવેર અપડેટ સાથે બગને ફિક્સ કરવા માટે સોફ્ટવેર પેચ રજૂ કરીશું.

    અત્યારે કોઈ તમારો ઓડિયો ન સાંભળે તે માટેનું સમાધાન લાવવા માટે સૌથી સરળ રસ્તો એ છે કે તમે તમારા એપલ ડિવાઇસમાંથી Face Timeને ડિસેબલ કરી દો.

    આ રીતે Face Timeને ડિસેબલ કરો

    તમારા iPhone, iPod touch અને iPadમાં Face Timeને ડિસેબલ કરવા માટે Settingsમાં જઈને Face Time સિલેક્ટ કરો. બાદમાં જમણી બાજુ આપેલી બટનને બંધ કરી દો. Mac પર આને બંધ કરવા માટે Face Timeને ઓપન કર્યા બાદ ડાબા અને જમણે આપેલા મેનુમાં જાવ અને Face Timeને બંધ કરી દો.
    Published by:Vinod Zankhaliya
    First published: