Home /News /tech /

Budget smartphones: માત્ર રૂ. 7000માં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

Budget smartphones: માત્ર રૂ. 7000માં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

નોકિયા CO1 પ્લસ

Best smartphones: હવે ઘણી સ્માર્ટફોન નિર્માતા કંપની (Smartphone Company)ઓ મધ્યવર્ગની માંગને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે.

નવી દિલ્હી: ભારત દેશમાં બજેટ સ્માર્ટફોન (Budget Smartphones)નું માર્કેટ સૌથી ઊંચુ રહે છે, કારણ મોટાભાગના મધ્યમ વર્ગના પરીવારોની પહેલી પસંદ બજેટ સ્માર્ટફોન્સ હોય છે. હવે ઘણી સ્માર્ટફોન નિર્માતા કંપની (Smartphone Company)ઓ પણ આ માંગને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. અહીં અમુક રૂ.7000 સુધીના બજેટ સ્માર્ટફોનનું લીસ્ટ (Smartphone Under Rs.7000) આપ્યું છે. જેની મદદથી તમે સરળતાથી તમારી પસંદનો ફોન ખરીદી શકો છો.

રીયલમી C20

Realme C20ને Android 10 OS પર Realme UI સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન MediaTek Helio G35 SC, પાછળના સિંગલ 8MP કેમેરા સેન્સર અને 5MP સેલ્ફી કેમેરા સેન્સર ધરાવે છે. ફોનમાં તમને 5000mAhની બેટરી મળશે. આ ફોનની કિંમત રૂ. 6999 છે.

JioPhone Next

નવા લોન્ચ થયેલા JioPhone નેક્સ્ટમાં HD રિઝોલ્યુશન સાથે 5.45-ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. બજેટ સ્માર્ટફોન ક્વોડકોર ક્વોલકોમ 215 પ્રોસેસર સાથે 2GB RAM, 3500 mAhની બેટરી, 13 MP રીઅર કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. આ ફોનની કિંમત રૂ. 6499 છે.

રેડમી 9A Sport

Redmi 9A સ્પોર્ટમાં વોટરડ્રોપ નોચ સાથે 6.53-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે. તે ઓક્ટા-કોર MediaTek Helio G25 SoC માંથી પાવર મેળવે છે જે 3GB RAM સાથે કનેક્ટ છે. ફોન એન્ડ્રોઇડ 0 પર કામ કરે છે. તેમાં 13 એમપી રીઅર સેન્સર અને 5 એમપી સેલ્ફી કેમેરા છે. 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી ધરાવતા આ ફોનની કિંમત રૂ. 6999 છે.

રીઅલમી C11 (2021)

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની સ્ક્રિન, 2 જીબી રેમ સાથે Unisoc SC9863A SoC અને એન્ડ્રોઇ 11 ગો એડિશન મળે છે. ફોનમાં 5000 mAhની બેટરી છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 7299 છે.

નોકિયા C01 Plus

નોકિયા C01 Plus બજેટ સ્માર્ટફોનની આ લીસ્ટમાં સામેલ છે. જે એન્ડ્રોઇડ 11 ગો એડિશન, 5.45 ઇંચ એચડી ડીસ્પ્લે, ઓક્ટા-કોર Unisoc પ્રોસેસર અને 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સ્પેસ સાથે આવે છે. ફોનમાં 5 એમપી રીઅર કેમેરા સેન્સર અને 5 એમપી સેલ્ફી કેમેરા અને 3000mAh બેટરી મળશે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 5999 છે.

ટેક્નો Spark Go(2021)

આ સ્માર્ટફોનમાં 6.52 ઇંચ HD+ સ્ક્રિન, MediaTek Helio A20 પ્રોસેસર અને 2GB RAM, 13MP ડ્યુઅલ રીઅર કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા, 5000mAhની બેટરી મળશે. આ ફોનની કિંમત રૂ. 6699 છે.

Lava Z2s

Lava Z2s માં 6.5-ઇંચની HD+ સ્ક્રીન, 2GB RAM, Android 11 Go Edition, LED ફ્લેશ સાથે 8MP રીઅર કેમેરા સેન્સર અને 5MP ફ્રન્ટ કૅમેરા સાથે MediaTek Helio ઑક્ટા-કોર SoC છે. ફોનમાં 5000mAhની બેટરી મળશે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 7099 છે.

ઇન્ફિનિક્સ સ્માર્ટ 5A

Infinix Smart 5 6.82-ઇંચ HD+ 20.5:9 એસ્પેક્ટ રેશિયો ડિસ્પ્લે, 2GB RAM સાથે MediaTek Helio G25 SoC અને XOS 7 સાથે Android 10 Go Edition સાથે આવે છે. 13MP રીઅર કેમેરા સેન્સર અને LED ફ્લેશ સાથે આગળના ભાગમાં 8MP સેલ્ફી કેમેરા છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 6499 છે.

આ પણ વાંચો: Xiaomi smartphone: શાઓમી 11i હાયપરચાર્જ આગામી મહિને થશે લોંચ, જાણો ફીચર્સ અને કિંમત વિશે

ઇન્ફિનિક્સ સ્માર્ટ 4

આ ફોનમાં 6.82-ઇંચની IPS LCD સ્ક્રીન, અને 13MP + ડેપ્થ સેન્સર ડ્યુઅલ કેમેરા વગેરે મળે છે. ઇન્ફિનિક્સ સ્માર્ટ 4માં 6000mAh બેટરી મળે છે. આ ફોનની કિંમત રૂ. 6999 છે.

TECNO Spark Go 2020

આ સ્માર્ટ ફોનમાં 2GB રેમ સાથે Helio A20 ક્વાડ-કોર પ્રોસેસરથી પાવર મેળવે છે અને 6.52-ઇંચની LCD પેનલને ફ્લોન્ટ કરે છે. ઓપ્ટિક્સ માટે તેમાં 13MP ડ્યુઅલ-કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે અને તે 5,000 mAh બેટરી પણ છે. આ ફોનની કિંમત રૂ. 6999 છે.
First published:

Tags: ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર