Home /News /tech /

Tecno Pop 5 Pro: 6000mAhની દમદાર બેટરી સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Tecno Pop 5 Pro: 6000mAhની દમદાર બેટરી સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

લેટેસ્ટ સ્માર્ટફોન

Tecno Pop 5 Proની જાહેરાત સિંગલ 3GB RAM અને 32GB સ્ટોરેજ કન્ફિગરેશનમાં કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 8,499 રાખવામાં આવી છે. આ ફોન આઇસ બ્લુ, સ્કાય સાયન અને ડીપસી લસ્ટર કલર વિકલ્પોમાં દેશભરના રિટેલ આઉટલેટ્સ દ્વારા ઉપલબ્ધ થશે.

નવી દિલ્હી: Tecno Pop 5 Proને લઇને માર્કેટમાં ચાલતી તમામ અફવાઓ પર રોક લગાવી કંપનીએ આ સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ (Tecno Pop 5 Pro Launched) કરી દીધો છે. આ ફોન ગ્રાહકોને વ્યાજબી કિંમતે (Price) મળી રહેશે. આ સિવાય ફોનમાં 6000mAhની બેટરી, ડ્યુઅલ રીઅર કેમેરા (Features) વગેરેનો પણ સમાવેશ થાય છે. આ હેન્ડસેટ 14 પ્રાદેશિક ભાષાઓ સપોર્ટ કરશે.

Tecno Pop 5 Proની કિંમત

Tecno Pop 5 Proની જાહેરાત સિંગલ 3GB RAM અને 32GB સ્ટોરેજ કન્ફિગરેશનમાં કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 8,499 રાખવામાં આવી છે. આ ફોન આઇસ બ્લુ, સ્કાય સાયન અને ડીપસી લસ્ટર કલર વિકલ્પોમાં દેશભરના રિટેલ આઉટલેટ્સ દ્વારા ઉપલબ્ધ થશે. જોકે, હજુ સુધી ફોનની ઓનલાઇન ઉપલબ્ધતા અંગે કોઇ જાણકારી સામે આવી નથી.

Tecno Pop 5 Proના ફીચર્સ

Tecno Pop 5 Proમાં 269ppiની પિક્સલ ડેન્સિટી, 480 નિટ્સ બ્રાઇટનેસ અને 120Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.52-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે. જોકે, કંપનીએ ફોનના પ્રોસેસર અંગે કોઇ ખુલાસો કર્યો નથી. જોકે, MediaTek Helio A22 ચિપ આવે તેવી અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં 3GB રેમ સાથે 32GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. સાથે જ માઈક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે, જેની મદદથી 256GB સુધીનો ડેટા વધારી શકાય છે.

કેમેરો અને બેટરી

Tecno Pop 5 Pro સ્માર્ટફોન Android 11 Go Edition સાથે HiOS 7.6 પર આધારિત છે. સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી સેન્સર 8MPનો છે અને વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 5MP ફ્રન્ટ કેમેરા મળશે. સ્માર્ટફોનમાં તમને 6000mAhની દમદાર બેટરી પણ મળશે. કંપનીનો દાવો છે કે આ બેટરી સિંગલ ચાર્જમાં 54 કલાકનો ટોકટાઈમ અને 120 કલાકનું મ્યુઝિક પ્લેબેક આપવા સક્ષમ છે. આ સિવાય ફોનમાં 4G LTE, વાઇ-ફાઇ, GPS, 3.5mm ઓડિયો જેક અને કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 પણ મળશે.

આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થયો Realme 9i સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી

જો તમે કોઇ બજેટ ફોન લેવાનું આયોજન કરી રહ્યા હોય, જેની કિંમત રૂ. 10,000ની અંદર હોય તો આ સ્માર્ટફોન તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ ઉપરાંત, Tecno ભારતમાં 20 જાન્યુઆરી એટલે કે આજે Tecno Pova Neo સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. Pop 5 Proની સરખામણીમાં આ એક દમદાર અને સસ્તો ફોન હોઇ શકે છે.
First published:

Tags: Gadget, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર