Home /News /tech /માત્ર રૂ.7 હજારમાં ઘરે લાવો સ્માર્ટ ટીવી, જેમાં તમને મળશે 60Hzનો રિફ્રેશ રેટ

માત્ર રૂ.7 હજારમાં ઘરે લાવો સ્માર્ટ ટીવી, જેમાં તમને મળશે 60Hzનો રિફ્રેશ રેટ

ફાઇલ તસવીર

Budget smart TV: અમેઝોન પર અત્યારે પણ સેલ ચાલી રહ્યો છે, જ્યાં તમે રૂ.10 હજાર કરતા પણ ઓછી કિંમતમાં સ્માર્ટ HD LED TV ખરીદી શકો છો.

મુંબઈ: અમેઝોન (Amazon)નો દિવાળી ફેસ્ટિવલ સેલ પૂર્ણ થઈ ગયો છે. આ ફેસ્ટિવલ સેલ પૂર્ણ થયા બાદ પણ અનેક પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ (Bumper Discount) ઑફર આપવામાં આવી રહી છે. જો તમે ઓછા બજેટનું LED ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે અત્યારે ખૂબ જ સારી તક છે. અમેઝોન પર અત્યારે પણ સેલ ચાલી રહ્યો છે, જ્યાં તમે રૂ.10 હજાર કરતા પણ ઓછી કિંમતમાં સ્માર્ટ HD LED TV ખરીદી શકો છો. અહીંયા ટીવી અંગેની કેટલીક મહત્ત્વની બાબતો જણાવવામાં આવી છે.

જે ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તે અંગે જણાવવામાં આવ્યું છે. ઈ એયરટેક 61 સેમી (eAirtec, 24 ઈંચ) નું HD LED અને 24 ડીજેનું ટીવી તમે અમેઝોન સેલમાં સૌથી સસ્તી કિંમતે ખરીદી શકો છો. અમેઝોન સેલમાં આ ટીવીની કિંમત માત્ર રૂ. 6,999 છે.

આ ટીવીની કિંમત રૂ. 9,999 છે, પરંતુ આ ટીવી પર રૂ.3,000 નું બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે અમેઝોન પરથી આ ટીવી ખરીદી શકો છો. તમે માત્ર રૂ. 329 ના EMI પર પણ આ ટીવી ઘરે મંગાવી શકો છો.

ટીવીના ફીચર્સ

આ ટીવીનું રિઝોલ્યુશન HD રેડી (1366 x 768P) છે અને રિફ્રેશ રેટ 60Hz છે. આ ટીવીમાં 2 USB પોર્ટની કનેક્ટિવિટી (પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્ક કનેક્ટ કરવા માટે), 2 HDMI પોર્ટ, PC સાથે એક મોનિટર કનેક્ટ કરવા માટે 1 VGA પોર્ટ અને 1 હેડફોન (3.5 મિ.મી.) પોર્ટ આપવામાં આવ્યું છે. જેમાં તમે તમારો હેડફોન કનેક્ટ કરી શકો છો.

આ સાઉન્ડની ક્ષમતા જી20 વોટ આઉટપુટ (10 x 2), વર્ચ્યુઅલ સોરાઉન્ડ સાઉન્ડ છે. જો તમારા ઘરનો રૂમ નાનો છે, તો તમારા માટે આ ટીવી બેસ્ટ ઓપ્શન છે. આ ટીવી તમારા ઘરની સુંદરતા વધારશે, તથા તમે ભરપૂર મનોરંજન પણ મેળવી શકશો.

આ પણ વાંચો: Redmi, રિયલમી, સેમસંગ રહી ગયા પાછળ, 5G સ્માર્ટફોન બજારમાં Vivoનો દબદબો

અન્ય કામના સમાચાર: આગામી આઈપેડ મિનીમાં મળશે 120Hz ડિસ્પ્લે

અમેરિકાની દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) કથિત રીતે આઈપેડ મિની (iPad Mini)ના નવા વેરિયન્ટ પર કામ કરી રહી છે. આ નવા વેરિયન્ટમાં હાલની 60 હર્ટ્ઝની સ્ક્રીનના બદલે 120 હર્ટ્ઝ પ્રોમોશન (120Hz ProMotion) ડિસ્પ્લે હશે. એપલે સપ્ટેમ્બર માસમાં A15 બાયોનિક ચીપ (A15 Bionic chip) સાથે આઈપેડ (iPad) અને આઈપેડ મિની (Apple iPad Mini) લોન્ચ કર્યા હતા. એપલ દ્વારા આઈપેડ મિની (Apple iPad Mini)માં વાઈડ કલર અને ટ્રુ ટોન ફીચર સાથે 8.3 ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. આઈપેડ મિનીમાં USB-Cની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે સાથે જ 20W USB-C પાવર એડેપ્ટરની મદદથી ફાસ્ટ ચાર્જિંગ (Fast charging) પણ કરી શકાય છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Sale, Smart tv, TV, અમેઝોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો