Home /News /tech /

Budget 2022: સામાન્ય માણસને લાગી શકે છે ઝાટકો, સ્માર્ટફોન સહિત આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી

Budget 2022: સામાન્ય માણસને લાગી શકે છે ઝાટકો, સ્માર્ટફોન સહિત આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી

બજેટ સાથે નિર્મલા સીતારમણ

Budget 2022: આજે રજૂ થનારા બજેટમાં સરકાર સ્માર્ટફોન (Smartphone) સહિત લગભગ 50 વસ્તુઓની કિંમતમાં વધારો (Price Hike) કરી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે અર્થવ્યવસ્થા (Indian Economy) અને નાણાકીય સ્થિતિ (Fiscal Condition)ને જોતા સરકાર આ પગલું ભરી શકે છે.

વધુ જુઓ ...
    Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) આજે સવારે 11 વાગ્યે પેપરલેસ બજેટ રજૂ કરવાના છે. FM નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ, પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ બજેટ રજૂ કર્યા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બજેટનો સમયગાળો 90થી 120 મિનિટનો હોઈ શકે છે. એક તરફ લોકો આ બજેટથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેમને ઝાટકો આપી શકે છે. આજે રજૂ થનારા બજેટમાં સરકાર સ્માર્ટફોન (smartphone) સહિત લગભગ 50 વસ્તુઓના ભાવમાં વધારો (price Hike) કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે અર્થવ્યવસ્થા (Economy) અને નાણાકીય સ્થિતિ (Fiscal Condition)ને જોતા સરકાર આ પગલું ભરી શકે છે.

    સ્થાનિક ઉદ્યોગને રાહત આપવા માટે સરકાર બજેટ 2022માં વિદેશથી આયાત (Import) કરવામાં આવતી લગભગ 50 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી શકે છે. તેમાં ઈલેક્ટ્રોનિક્સ (Electronics), ઈલેક્ટ્રિકલ ગુડ્સ (Electrical Goods), કેમિકલ (Chemical) અને હેન્ડક્રાફ્ટ (Handcraft) જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આયાત ડ્યુટી વધારવાથી સીધી અસર ગ્રાહકો પર પડશે.

    આ પણ વાંચો: બજેટ પહેલાં જાણો કેટલા પ્રકારના હોય છે Tax, પ્રત્યક્ષ અને પરોક્ષ કર કોને કહેવાય?

    સૂત્રોનું કહેવું છે કે ચીન (China) અને અન્ય દેશોમાંથી 56 અબજ ડોલરના ઉત્પાદનોની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી શકે છે. તે વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે જેના પર આયાત ડ્યુટી 5 થી 10 ટકા વધી શકે છે. સરકારના આ પગલાથી બિનજરૂરી વસ્તુઓની આયાતને રોકવામાં મદદ મળશે. આ સાથે દેશમાં મેન્યુફેક્ચરિંગ (manufacturing)ને પ્રોત્સાહન મળશે. તેનાથી રોજગાર મોરચે પણ રાહત મળી શકે છે.

    આ પણ વાંચો: ક્યારેય નહીં જોઈ હોય આવી ઑફર, ખૂબ રસ્તી કિંમતે મળી રહ્યા છે એપલના નવા iPhones

    મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ

    વધુ કસ્ટમ ડ્યુટી લગાવ્યા બાદ મોબાઈલ ફોન ચાર્જર, ઔદ્યોગિક રસાયણો, લેમ્પ, વુડન ફર્નિચર, મીણબત્તી, જ્વેલરી અને હેન્ડક્રાફ્ટ્સ જેવી પ્રોડક્ટ્સ મોંઘી થઈ શકે છે. આ ઉપરાંત, સ્માર્ટફોન ઉત્પાદકો માટે ચાર્જર, વાઇબ્રેટર મોટર્સ અને રિંગર્સ જેવા પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવા મોંઘા બનશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Budget 2022, Gujarati tech news, Mobile and Technology, Smartphones, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन