Home /News /tech /Budget 2019: ઇલેક્ટ્રિક વાહનો પર સરકાર આપશે લોન પર આટલી છૂટ

Budget 2019: ઇલેક્ટ્રિક વાહનો પર સરકાર આપશે લોન પર આટલી છૂટ

ઇલેક્ટ્રિક કાર પર 5 ટકા જીએસટી લાગશે. સરકાર લોન લેવા પર 1.5 લાખ રુપિયાની છૂટ આપશે.

ઇલેક્ટ્રિક કાર પર 5 ટકા જીએસટી લાગશે. સરકાર લોન લેવા પર 1.5 લાખ રુપિયાની છૂટ આપશે.

    દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. તમામ જાહેરાતો સાથે તેમણે ઓટો સેક્ટર માટે પણ જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું છે કે દેશના ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે તમામ પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ઇલેક્ટ્રિક કારમાં 5 ટકા જીએસટી લાગશે. આ પહેલા ઇલેક્ટ્રિક કાર પર 12 ટકા જીએસટી સ્થાપિત કરવાની વાત કરવામાં આવી હતી ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદકોએ જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સરકાર લોન પર 1.5 લાખ રુપિયાની છૂટ આપશે.

    સરકાર કેટલાક થોડા સમયથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા સતત પ્રયત્ન કરી રહી છે. સરકાર 2026 સુધીમાં વાણિજ્યિક ઉપયોગમાં લેનારી તમામ કાર ઇલેક્ટ્રિક કારથી ચલાવવાની વિચારણા કરી રહી છે, સાથે જ સરકાર દિલ્હી-જયપુર હાઇવે પર ઇલેક્ટ્રિક કારના આગમન માટે 2020 સુધીમાં કેટલાક ચાર્જિંગ સ્ટેશનો બનાવવાની યોજના ધરાવે છે.



    સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રીક કાર બનાવનારી કંપનીઓ અથવા ગ્રાહકોને છૂટ આપવાથી તેના વપરાશમાં વધારો નહીં થાય જ્યા સુધી તેના માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં ન આવે. આ દિશામાં કામ કરવા માટે સરકારે ફેમ 2 હેઠળ 10 હજાર કરોડ રુપિયા ફાળવ્યાં છે.



    સરકારે પ્રયાસ કર્યો છે કે ભારતમાં 2030 સુધીમાં પ્રયોગ કરવામાં આવે. કુલ વાહનોમાંથી એક ત્રીજુ વાહન ઇલેક્ટ્રિક હોય. ફાળવવામાં આવેલા 10 હજાર કરોડમાંથી એક હજાર કરોડ રૂપિયા ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે વાપરવામાં આવશે અને બાકીના આઠ હજાર કરોડ રુપિયાનો ઉપયોગ ઓટો મોબાઈલ ઉત્પાદકો અને ખરીદદારોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. સરકારે સાત હજાર ઇલેક્ટ્રિક બસો, 35 હજાર કાર, પાંચ લાખ કારની ખરીદી પર પ્રોત્સાહનો આપવાનું આયોજન કર્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Budget 2019, Nirmala Sitaraman, Union Budget 2019, ગાડી, ટેક ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन