BSNL લાવી રહ્યું છે આ પ્લાન, મફતમાં જોઇ શકશો લાઇવ ટીવી ચેનલ્સ

News18 Gujarati
Updated: October 25, 2019, 1:19 PM IST
BSNL લાવી રહ્યું છે આ પ્લાન, મફતમાં જોઇ શકશો લાઇવ ટીવી ચેનલ્સ
શું છે BSNL ટ્રિપલ પ્લે સર્વિસ, જાણો

બીએસએનએલ (BSNL)ઘણા રાજ્યોમાં કેબલ ટીવી ઑપરેટરો સાથે ભાગીદારી કરી રહી છે. બીએસએનએલ ઘણા વિસ્તારોમાં ગ્રાહકોને બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન સેવાઓ પહેલેથી પ્રદાન કરે છે અને હવે કેબલ ટીવી ઑપરેટરોની સહાયથી કંપની એક બિલ હેઠળ ત્રણ સેવાઓ પ્રદાન કરશે.

  • Share this:
બીએસએનએલે (BSNL) એ તાજેતરમાં માહિતી આપી હતી કે તેણે Yupp TV સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ કંપની નવો બીએસએનએલ ટ્રિપલ પ્લે પ્લાન સર્વિસ આપશે. ભાગીદારીને કારણે બીએસએનએલ તેના ગ્રાહકોને ત્રણ સેવાઓ પ્રદાન કરશે. આમાં લેન્ડલાઇન ઇન્ટરનેટ, ફાઇબર ઇન્ટરનેટ અને યુપ્પ ટીવીથી ઓટીટી કન્ટેન્ટ સામેલ છે.

Yupp TV શું છે

ખરેખર યુપ્પ ટીવી એ દક્ષિણ એશિયાનો ઓવર-ધ-ટૉપ (OTT) કન્ટેન્ટ આપે છે.તે યૂઝર્સોને વીડિયો ઑન ડિમાન્ડ, મૂવીઝ જોવા અને કાર્યક્રમો રેકોર્ડ કરવા, તેમજ ઘણા મોટા પ્રોગ્રામ્સને મંજૂરી આપે છે. હવે જ્યારે બીએસએનએલે તેની સાથે ભાગીદારી કરી છે, તેના ગ્રાહકોને લાઇવ ટીવી જોવાની તક પણ મળશે.

આ પણ વાંચો: ધનતેરસ પર સ્માર્ટ LED ટીવી ખરીદો માત્ર 4,799 રુપિયામાં



શું છે BSNL ટ્રિપલ પ્લે સર્વિસ
Loading...

આ ભાગીદારીને કારણે કંપની તેના ફાઇબર નેટવર્કને હજી વધુ સુધારી શકે છે. બીએએસએનએલ ટ્રિપલ પ્લે સેવા પ્રદાન કરનારી પ્રથમ કંપની નથી. પરંતુ ટેલિકોમ ટૉકના રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયો એ પહેલી કંપની હતી જેણે ટ્રિપલ પ્લે સર્વિસ ઑફર શરૂ કરી હતી. ટ્રિપલ પ્લે સર્વિસ એક એવી સેવા છે જે અંતર્ગત ગ્રાહકોને સમાન બિલ હેઠળ ત્રણ જુદી જુદી સેવાઓ મળે છે.

અહેવાલ મુજબ બીએસએનએલના સીએમડી પીકે પૂરવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, 'અમે યુપ્પ ટીવીમાં જોડાતા ખૂબ જ ખુશ છીએ. આ અમારા ગ્રાહકોને ઘણી સારી સુવિધાઓ પ્રદાન કરશે. યુપ્પ ટીવીએ દાવો કર્યો છે કે દક્ષિણ ભારતના 13 ઓરિઝનલ શો જોઇ શકાય છે. યુપ્પ ટીવીના સ્થાપક અને સીઈઓ ઉદય રેડ્ડીએ પણ આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે યુપ્પ ટીવી ગ્રાહકોને વધુ સારી અને અસરકારક રીતે મનોરંજન આપશે.

આ પણ વાંચો: 17,699નો ફોન ખરીદો 9,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં

આ પણ વાંચો: દિવાળી સેલમાં રુ. 500થી પણ ઓછી કિંમતમાં ખરીદો આ ગેજેટ્સ
First published: October 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...