4G Service માટે BSNL દેશભરમાં 1.12 લાખ ટાવર નાંખશે, સ્વદેશી વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું 4G નેટવર્ક
4G Service માટે BSNL દેશભરમાં 1.12 લાખ ટાવર નાંખશે, સ્વદેશી વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું 4G નેટવર્ક
BSNL ગ્રાહકોને 4G સેવા આપવા માટે દેશભરમાં 1.12 લાખ ટાવર લગાવશે. સ્વદેશી વૈજ્ઞાનિકોએ 4G નેટવર્ક તૈયાર કર્યું છે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે BSNL સમગ્ર દેશમાં તરત જ 6,000 ટાવર અને પછી 6,000 અને છેલ્લે 4G નેટવર્ક માટે 1 લાખ ટાવર ઇન્સ્ટોલ કરવા માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.
BSNL ગ્રાહકોને 4G સેવા આપવા માટે દેશભરમાં 1.12 લાખ ટાવર લગાવશે. સ્વદેશી વૈજ્ઞાનિકોએ 4G નેટવર્ક તૈયાર કર્યું છે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે BSNL સમગ્ર દેશમાં તરત જ 6,000 ટાવર અને પછી 6,000 અને છેલ્લે 4G નેટવર્ક માટે 1 લાખ ટાવર ઇન્સ્ટોલ કરવા માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.
સરકાર હસ્તકની ટેલિકોમ્યુનિકેશન કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના દિવસો બદલાવાના હોય એવું લાગે છે. ગ્રાહકોને 4G સેવા (4G service) આપવા માટે આ કંપની દેશભરમાં 1.12 લાખ ટાવર લગાવવા જઈ રહી છે (BSNL to install 1.12 lakh 4G towers). ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) બુધવારે લોકસભામાં આ અંગે માહિતી આપી હતી.
તેમણે પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, “મને તમને જણાવતા આનંદ થાય છે કે 4G ટેલિકોમ નેટવર્ક ટૂંક સમયમાં લોન્ચ થવા માટે તૈયાર છે. તેને દેશના સ્વદેશી ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
અમારા 4G નેટવર્કના વિકાસની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. તેની પાસે કોર નેટવર્ક છે, સંપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન સાધનો સાથેનું રેડિયો નેટવર્ક છે."
ટેલિકોમ મંત્રીએ કહ્યું કે BSNL સમગ્ર દેશમાં તરત જ 6,000 ટાવર અને પછી 6,000 અને છેલ્લે 4G નેટવર્ક માટે 1 લાખ ટાવર ઇન્સ્ટોલ કરવા માટે ઓર્ડર આપવાની પ્રક્રિયામાં છે.
તેમણે એમ પણ કહ્યું કે 5G નેટવર્ક શરૂ થાય ત્યારે જ ટ્રેનોમાં ઈન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ થઈ શકે છે કારણ કે 4G ટેક્નોલોજી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોમાં સંચારમાં વિક્ષેપ પાડે છે. ટ્રેનોમાં 4જી ઈન્ટરનેટ સેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જો કોઈ ટ્રેન 100 કિમીથી વધુની ઝડપે દોડતી હોય તો તેમાં 5જી નેટવર્કની જરૂર પડશે.
5G પર પણ માહિતી આપવામાં આવી
અશ્વિની વૈષ્ણવે પણ 5G સંબંધિત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ દિશામાં સમાંતર કામ ચાલી રહ્યું છે અને તે થોડા મહિનામાં તૈયાર થઈ જશે. Airtel, Jio અને Vodafone Idea આજે દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ છે. તે જ સમયે, BSNL ઘણા વર્ષોથી 4G સેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
ટેલિકોમ મંત્રીએ કહ્યું કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSP) મોબાઈલ ટાવર પર સ્થાપિત તેમના બેઝ ટ્રાન્સસીવર સ્ટેશનો (BTS) ને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડે છે. 1 ફેબ્રુઆરી, 2022 સુધીમાં દેશમાં લગભગ 7,93,551 BTS ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલા છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર