BSNLની ધમાકેદાર દિવાળી ઑફર: ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન લેવા પર 90% સુધી ડિસ્કાઉન્ટ- જાણો ઑફર વિશે

બીએસએનએલ બિલ્ડિંગ, નવી દિલ્હી

BSNL special offer: નવેમ્બર 2021 દરમિયાન જે કનેક્શન એક્ટિવેટ થયા હશે તેમને પ્રથમ બિલમાં 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

  • Share this:
    મુંબઈ: તહેવારો નિમિત્તે કંપનીઓ વિવિધ ઑફર્સ (Diwali offers) જાહેર કરતી હોય છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપનીઓ વિવિધ ઑફર આપતી હોય છે. ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL) તરફથી દિવાળી ઑફર રજૂ કરવામાં આવી છે. આ ઑફર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન (Broadbad internet connection) પર આપવામાં આવી રહી છે. સરકાર હસ્તકની બીએસએનએલ નવા બ્રોડબેન્ડ કનેક્શન પર બહુ મોટું ડિસ્કાઉન્ટ (Discout) આપી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ઑફર દરમિયાન નવું ફાઇબર ઓપ્ટિક કનેક્શન (Fiber optic connection) 90% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવી રહ્યું છે.

    ક્યાં સુધી ચાલશે ઑફર?

    બીએસએનએલની આ ઑફર પહેલી નવેમ્બરથી જાન્યુઆરી 2022 સુધી ચાલશે. નવેમ્બર 2021 દરમિયાન જે કનેક્શન એક્ટિવેટ થયા હશે તેમને પ્રથમ બિલમાં 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પ્રમોશનલ ઑફર આંદમાન અને નિકોબાર ટાપુઓ સિવાય તમામ સર્કલમાં લાગૂ થશે. એટલે કે લગભગ તમામ લોકો આ ઑફરનો લાભ ઊઠાવી શકશે.

    BSNLના વિવિધ પ્લાન

    જાહેર ક્ષેત્રની કંપનીએ 399 રૂપિયાના પોતાના પ્લાનને ફરીથી લૉંચ કર્યો છે. BSNLનો આ એન્ટ્રી લેવલનો પ્લાન છે. હાલ કંપની 399 રૂપિયાના પ્લાનમાં 30 Mbpsની સ્પીડ અને 1000 જીબી ડેટા આપી રહી છે. એક વખત ડેટાની ખપત થઈ ગયા બાદ સ્પીડ ઘટાડીને 2 Mbps સુધી કરી દેવામાં આવે છે. આ પ્લાન 90 દિવસના પ્રમોશનલ પીરિયડ માટે છે. આ પ્લાનમાં છ મહિના પછી યૂઝર્સ ફાઈબર બેઝિક 449 રૂપિયાનો પ્લાન લઈ શકે છે. આ પ્લાનમાં યૂઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિડેટ ફોન કૉલ પણ કરી શકે છે.

    આ પણ વાંચો: દિવાળી ઑફર: અહીંથી કારની ખરીદી પર મળશે 1 લાખનું ડિસ્કાઉન્ટ, બે વર્ષ સુધી ફ્રી સર્વિસની સુવિધા

    99 રૂપિયાનો પોસ્ટપેઇડ પ્લાન બંધ કર્યો

    આ ઉપરાંત બીએસએનએલ તરફથી મોબાઇલ પોસ્ટપેડ યૂઝર્સ માટે જાહેર કરાયેલો 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દેવામાં આવ્યો છે. આ પ્લાન માટે હવે મોબાઇલ યૂઝર્સે 199 રૂપિયા ચૂકવવા પડશે. રિપોર્ટ પ્રમાણે બીએસએનએલ તરફથી ઓક્ટોબર 2021માં પોસ્ટપેઇડ ગ્રાહકોને જે બિલ આપવામાં આવ્યા છે તેમાં 100 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ પણ સામેલ છે. આ ડિપોઝિટ એક વખત ચૂકવવી પડશે. આ ઉપરાંત મહિનાનો ફિક્સ ચાર્જ 99 રૂપિયાથી વધારીને 199 રૂપિયા કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

    રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર

    ઉલ્લેખનીય છે કે બીએસએનએલ દેશમાં વિશાળ નેટવર્ક કવરેજ ધરાવે છે. વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોને આકર્ષવા માટે બીએસએનએલ તરફથી દિવાળી પ્લાન લોંચ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઇબર ઓપ્ટિલ પ્લાન દ્વારા એરટેલ અને રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સેવાને સીધી જ ટક્કર આપશે.
    Published by:Vinod Zankhaliya
    First published: