માત્ર રૂ. 1માં મળશે અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા

બીએસએનએલએ પોતાના ગ્રાહકોને માત્ર રૂ. 1માં ડેટા આપવાનો પ્લાન રજૂ કર્યો છે...

બીએસએનએલએ પોતાના ગ્રાહકોને માત્ર રૂ. 1માં ડેટા આપવાનો પ્લાન રજૂ કર્યો છે...

 • Share this:
  મોબાઈલ ડેટાને લઈ સર્વિસ પ્રોવાઈડરમાં હરીફાઈની ટક્કર ચાલુ જ છે. દરેક કંપની બજારમાં સસ્તો પ્લાન લઈ યૂઝર્સને લોભાવે છે. આવામાં BSNL પણ પાછળ નથી, તે પણ એકદમ સસ્તો પ્લાન લઈ આવ્યું છે.

  બાકી કંપનીઓ સાથેની હરીફાઈ કરવા અને સૌથી ઓછી કિંમતે ડેટા પ્લાન આપવા માટે બીએસએનએલએ પોતાના ગ્રાહકોને માત્ર રૂ. 1માં ડેટા આપવાનો પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ આ માટે મોબાઈલ અને ટેબલેટ બનાવનાર કેનેડાની કંપની ડેટાવિંડ સાથે હાથ મિલાવ્યો છે.

  બીએસએનએલએ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયેથી દર રોજ માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા પ્લાન આપવાનું કહ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવી રહ્યા છે. બીએસએનએલ તેમના ભારત પ્રવાસ દરમ્યાન જ આ સર્વિસ શરૂ કરી દેશે. આ માટે બંને કંપનીઓ વચ્ચે પહેલાથી જ કરાર થઈ ગયા છે. આ અનલિમિટેડ સ્કિમનો લાભ ગ્રાહકને ડેટાવિંડના ફોન અને લેપટોપ પર જ મળી શકશે, આ લાભ લેવા માટે કસ્ટમર્સે ડેટાવિંડનો ફોન અથવા ટેબલેટ ખરીદવું પડશે.
  Published by:kiran mehta
  First published: