BSNLની ખાસ સર્વિસ લૉન્ચ, પેટીએમ ઍપથી કનેક્ટ થશે વાઇ-ફાઇ

News18 Gujarati
Updated: October 4, 2019, 12:22 PM IST
BSNLની ખાસ સર્વિસ લૉન્ચ, પેટીએમ ઍપથી કનેક્ટ થશે વાઇ-ફાઇ
Wi-Fi ઝૉન પર પહોંચતા જ મળશે નોટિફિકેશન

આ સેવાની રજૂઆત પછી, હવે બીએસએનએલના સબ્સ્ક્રાઇબર્સ પેટીએમ ઍપ્લિકેશનથી બીએસએનએલ વાઇ-ફાઇ હૉટસ્પૉટ્સને કનેક્ટ કરી શકશે.

  • Share this:
બીએસએનએલે પેટીએમના સહયોગથી નવી સેવા શરૂ કરી છે. આ નવી સેવાને Smart WiFi Onboarding નામથી શરૂ કરવામાં આવી છે. આ સેવાની રજૂઆત પછી, હવે બીએસએનએલના સબ્સ્ક્રાઇબર્સ પેટીએમ ઍપ્લિકેશન દ્વારા બીએસએનએલ વાઇ-ફાઇ હૉટસ્પૉટ્સને કનેક્ટ કરી શકશે. બીએસએનએલ પાસે હાલમાં સૌથી મોટું હૉટસ્પૉટ વાઇ-ફાઇ નેટવર્ક છે. કંપની પેટીએમ ઍપ્લિકેશન દ્વારા તેના 30 હજાર વાઈ-ફાઇ હૉટસ્પૉટ્સથી સબ્સ્ક્રાઇબર્સને સરળ ઇન્ટરનેટ આપવાનો પ્રયાસ કરી રહી છે.

BSNLના સિમ કાર્ડ ધારકો ઉપયોગ કરી શકશે

બીએસએનએલે ગુરુવારે પેટીએમના સહયોગથી વાઇ-ફાઇ ઑન બોર્ડ સેવાની જાહેરાત કરી. આ સેવાથી બીએસએનએલ સિમ કાર્ડનો ઉપયોગ કરનારા યૂઝર્સો પેટીએમ ઍપ્લિકેશન દ્વારા બીએસએનએલ વાઇ-ફાઇને એક્સેસ કરી શકશે. સર્વિસ લૉન્ચિંગના પ્રસંગે, બીએસએનએલે કહ્યું કે પેટીએમ ઍપ્લિકેશન યૂઝરને એક સરળ ઇન્ટરફેસની સેવા આપે છે . હવે આ નવી સર્વિસ કેટેગરીની સાથે, પેટીએમ ઍપ્લિકેશન યૂઝર્સોને યૂનિક અને સરળ અનુભવ સાથે સાથે જાહેર વાઇ-ફાઇ હૉટસ્પૉટ્સનું એક્સેસ આપશે.



સુરક્ષાની કાળજી

લૉન્ચિંગ ઇવેન્ટમાં બીએસએનએલના સીએમડી પી.કે પૂરવારે કહ્યું, 'ઇન્ટરનેટ યૂઝર પબ્લિક વાઇ-ફાઇથી કનેક્ટ થવામાં અચકાય છે કારણ કે પરંપરાગત રીતે કામ કરે છે અને તેના પર બૅન્કની વિગતો શેર કરવી તે સુરક્ષિત નથી. આ સમસ્યાને યોગ્ય કરવા પેટીએમ વાઇ-ફાઇ કનેક્ટ સેવાને બીએસએનએલ ભાગીદારીમાં શરૂ કરવામાં આવી છે જ્યાં યૂઝર બીએસએનએલ વાઇ-ફાઇ નેટવર્ક સ્થાનને એક્સેસ કરી શકશે.

આ પણ વાંચો: Paytmની ઑફર, Redmiનો ફોન માત્ર 99 રુપિયામાં ખરીદવાની તક


Wi-Fi ઝૉન પર પહોંચતા જ મળશે નોટિફિકેશન

રિચાર્જ અને બિલ ચુકવણી માટેની લોકપ્રિય પેટીએમ ઍપ્લિકેશન હવે વાઇ-ફાઇ હૉટસ્પૉટ્સ અથવા વાઇ-ફાઇ પેક્સ માટે પણ એક સરળ ચુકવણી પદ્ધતિ પ્રદાન કરશે. આ સેવાની રજૂઆત પછી, જ્યારે પણ પેટીએમ યૂઝર કોઈપણ વાઇ-ફાઇ ઝોન પર પહોંચે છે, ત્યારે ઍપ્લિકેશનમાં Wi-Fi થી કનેક્ટ થઇ જવાની સૂચના મળશે. એસએસઆઈડી દાખલ કર્યા પછી જરૂરિયાતો અનુસાર વાઇ-ફાઇ પેક પસંદ કરી શકશે. આ માટેની ચુકવણી ફક્ત પેટીએમ ઍપ્લિકેશન દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: WhatsApp પર GIF ફાઇલથી હેક થઇ શકે છે ફોટોઝ-વીડિયો, આજે જ કરો અપડેટ
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com