BSNLનો રસ્તો મોબાઇલ રિચાર્જ પ્લાન, 187 રૂપિયામાં અનલિમિડેટ કૉલિંગ અને અઢળક ડેટા

બીએસએનએલ રિચાર્જ પ્લાન

BSNL recharge plan: બીએસએનએલના 187 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલ (Unlimited voice calling)ની સુવિધા મળે છે.

  • Share this:
    મુંબઈ: સરકારી ટેલિકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગ્રાહકો માટે 200 રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્રીપેડ પ્લાન (Mobile recharge plan) લાવી છે. આ પ્લાન એક મહિનાના શોર્ટ ટર્મ પ્લાનની શોધ કરી રહેલા ગ્રાહકો માટે આશીર્વાદ સમાન છે. બીએસએનએલના આ પ્લાનના અનેક લાભ છે. જો તમે પણ બીએસએનએલના યૂઝર્સ (BSNL mobile users) છો અથવા બીએસએનલમાં ટ્રાન્સફર થવા માંગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

    બીએસએનએલના 187 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલ (Unlimited voice calling)ની સુવિધા મળે છે. આ ઉપરાંત તેમાં દર મહિને 2GB ડેટા મળે છે. આ ઉપરાંત ગ્રાહકોને દરરોજ 100 SMS પણ મળે છે. આ પ્લાનમાં તમે પ્રી-રિંગટોન એક્સેસનો લાભ પણ લઈ શકો છો.

    બીએસએનએલનો 118 રૂપિયાનો પ્લાન

    બીએસએનએલનો બીજો એક પ્લાન છે. આ પ્લાનની કિંમત 118 રૂપિયા છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 0.5જીબી ડેટા મળે છે. સાથે જ ફ્રી અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે.

    આ પણ વાંચો: વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને લઈને લાવશે દમદાર ફીચર, જાણો My contact Except ફીચર અંગે

    બીએસએનએલના 97 અને 99 રૂપિયાના પ્લાનમાં કંપની દ્વારા કોમ્બો ફાયદો આપવામાં આવે છે. આ પ્લાનની માન્યતા 18 અને 22 દિવસ છે. 97 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. બે જીબી ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટાડીને 80kbps કરી દેવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપારંત યૂઝરને દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. 99 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા મળે છે.

    આ પણ વાંચો: શા માટે ફાટે છે સ્માર્ટફોનની બેટરી, તેને રોકવા માટે શું કરી શકાય?

    ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન લેવા પર 90% સુધી ડિસ્કાઉન્ટ

    તહેવારો નિમિત્તે કંપનીઓ વિવિધ ઑફર્સ (Diwali offers) જાહેર કરતી હોય છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપનીઓ વિવિધ ઑફર આપતી હોય છે. ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL) તરફથી દિવાળી ઑફર રજૂ કરવામાં આવી છે. આ ઑફર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન (Broadbad internet connection) પર આપવામાં આવી રહી છે. સરકાર હસ્તકની બીએસએનએલ નવા બ્રોડબેન્ડ કનેક્શન પર બહુ મોટું ડિસ્કાઉન્ટ (Discout) આપી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ઑફર દરમિયાન નવું ફાઇબર ઓપ્ટિક કનેક્શન (Fiber optic connection) 90% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવી રહ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: