આ ધમાકેદાર પ્લાનમાં 97 રુપિયાના રિચાર્જ પર 250 મિનિટ ફ્રી કૉલિંગ

News18 Gujarati
Updated: November 13, 2019, 9:59 AM IST
આ ધમાકેદાર પ્લાનમાં 97 રુપિયાના રિચાર્જ પર 250 મિનિટ ફ્રી કૉલિંગ
97 રૂપિયાના આ પ્લાનમાં, સબ્સ્ક્રાઇબર્સને તમામ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ મળશે.

97 રૂપિયાના આ પ્લાનમાં, સબ્સ્ક્રાઇબર્સને તમામ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ મળશે.

  • Share this:
કંપનીએ પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં કિંમત રૂપિયા 97 અને 365 રૂપિયા છે. આ 97 રૂપિયાનો પ્લાન (STV) એસટીવી છે, જેની માન્યતા લાંબી નથી. આ પ્લાનની માન્યતા 18 દિવસ માટે રાખવામાં આવી છે. આ પ્લાનમાં ઘણા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. 97 રૂપિયાના આ પ્લાનમાં, સબ્સ્ક્રાઇબર્સને તમામ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ મળશે. આ ઉપરાંત દરરોજ 2 જીબી ડેટા પણ યૂઝર્સને આપવામાં આવશે.

બીએસએનએલ (BSNL)નો આ 97 રૂપિયાનો પ્લાનનું નામ (STV) એસટીવી છે.આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

365 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી

બીએસએનએલ 365 રૂપિયાના અન્ય પ્લાનની વાત કરીએ, તો આ પ્લાન વધુ પસંદ આવશે જે વધારે ડેટા અને લાંબા સમય સુધી માન્યતા આપે છે. આ પ્લાનની વેલિડિટી કંપનીએ 365 દિવસ સુધી રાખી છે. આ પ્લાનમાં મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો દરરોજ 250 વૉઇસ કૉલિંગ મિનિટ આપવામાં આવશે, જે તમામ નેટવર્ક માટે હશે. આ સિવાય આ પ્રીપેઇડ પ્લાનમાં દરરોજ 2 જીબી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે.ટેલિકોમટેકના જણાવ્યા મુજબ હાલમાં આ બંને પ્લાન તમિલનાડુ, કેરળ, ચેન્નાઈ અને બાકીના સર્કલના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવ્યા છે. આ પ્લાનની માન્યતા 365 દિવસની છે, પરંતુ યૂઝર્સને પહેલા 60 દિવસનો જ ડેટા મળશે.આ પણ વાંચો: હોમ લોન લેવાની તૈયારીમાં છો તો જાણી લો આ વાત, શું છે બૅન્કના વ્યાજદર

997 રૂપિયાનો પ્લાન

બીએસએનએલે પહેલા તેના પ્રીપેડ ગ્રાહકો માટે 997 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની માન્યતા 180 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને બે મહિના માટે મફતમાં રિંગબેક ટોન લાગુ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

બીએસએનએલના આ પેકમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે દરરોજ 100 એસએમએસ સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં કંપનીએ આ પ્લાનમાં કેરળ સર્કલમાં જ લાગુ કરી છે.
First published: November 13, 2019, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading