Home /News /tech /

BSNL Prepaid Plans Offer: BSNLના આ પ્લાનમાં મળશે OTT સબસ્ક્રિપ્શન, Rs 300થી પણ ઓછી છે કિંમત

BSNL Prepaid Plans Offer: BSNLના આ પ્લાનમાં મળશે OTT સબસ્ક્રિપ્શન, Rs 300થી પણ ઓછી છે કિંમત

BSNLના આ પ્લાન્સમાં OTT સબસ્ક્રિપ્શન પણ મળે છે

BSNL Prepaid Plans Offer: જો તમે વિચારી રહ્યા છો કે OTT સબસ્ક્રિપ્શન મેળવવા માટે તમારે BSNLનો મોંઘો રિચાર્જ પ્લાન એક્ટિવેટ કરાવવો પડશે, તો તમે ખોટા છો. કંપની તેના કેટલાક સસ્તા રિચાર્જ પ્લાનમાં OTT પ્લેટફોર્મનું એક્સેસ પ્રદાન કરે છે.

વધુ જુઓ ...
    BSNL Prepaid Plans Offer: BSNL કંપની તેના રિચાર્જ પ્લાન હેઠળ ઓછામાં ઓછી કિંમતમાં મહત્તમ લાભ પ્રદાન કરવા માટે જાણીતી છે. માત્ર સામાન્ય ટેલિકોમ બેનિફિટ જ નહીં, પરંતુ યુઝર્સની જરૂરિયાતોને સમજીને BSNL ટેલિકોમ કંપની પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાન પોર્ટફોલિયોમાં આવા ઘણા પ્લાન લઈને આવે છે, જેમાં યુઝર્સને કોલિંગ અને ડેટા ઉપરાંત ઓવર-ધ-ટોપ (OTT) સબસ્ક્રિપ્શન પણ મળે છે. જો તમે વિચારી રહ્યા છો કે OTT સબસ્ક્રિપ્શન મેળવવા માટે તમારે BSNLનો મોંઘો રિચાર્જ પ્લાન એક્ટિવેટ કરાવવો પડશે, તો તમે ખોટા છો. કંપની તેના કેટલાક સસ્તા રિચાર્જ પ્લાનમાં OTT પ્લેટફોર્મનું એક્સેસ પ્રદાન કરે છે.

    આજે અમે તમને BSNL કંપનીના 300 રૂપિયાથી ઓછી કિંમતના આવા બે મુખ્ય રિચાર્જ પ્લાન વિશે માહિતી આપશું, જે તમને OTT સબ્સ્ક્રિપ્શન આપશે.

    આ પણ વાંચો: Good News: હવે આવશે 30 દિવસનો રિચાર્જ પ્લાન, ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓને આપ્યો આદેશ

    BSNL Rs 247 Recharge plan

    ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) કંપની 247 રૂપિયાનો રિચાર્જ પ્લાન લઈને આવે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી અનુસાર બેનિફિટ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. કોલિંગ સિવાય પ્લાનમાં 50 GB હાઈ-સ્પીડ ડેટા એક્સેસ આપવામાં આવે છે. એકવાર ડેટા ક્વોટા ખતમ થઈ જાય પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને @80 Kbps થઈ જાય છે. આ સાથે પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, કંપની રૂ. 300થી ઓછી કિંમતના આ પ્લાનમાં EROS Now ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે, આ લાભ તમારા મનોરંજનનું ખાસ ધ્યાન રાખશે.

    આ પણ વાંચો: જિયો, એરટેલ અને Vi આપે છે આકર્ષક ડેટા પેક, જાણો કોનું પેક શ્રેષ્ઠ

    BSNL Rs 249 Recharge plan

    300 રૂ.થી ઓછી કિંમતમાં BSNLનો અન્ય એક રિચાર્જ પ્લાન 249 રૂપિયાનો છે, જેમાં ગ્રાહકોને 54 દિવસની વેલિડિટી મળે છે. ફાયદા વિશે વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 ફ્રી SMS અને ડેઇલી 1 GB હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવે છે. 54 દિવસની વેલિડિટીના હિસાબે તમને પ્લાનમાં 54 GB ડેટા ઉપયોગ કરવા માટે મળશે. આ બધા ઉપરાંત, ગ્રાહકોને હવે આ પ્લાનમાં પણ EROSનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે, જે 56 દિવસ માટે માન્ય રહેશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bsnl, Eros Now, Gujarati tech news, Ott, OTT Platform

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन