Home /News /tech /

BSNLનો મોટો ધમાકો, એક વર્ષ માટે નેટ-કોલિંગ માત્ર આટલા રૂપિયામાં

BSNLનો મોટો ધમાકો, એક વર્ષ માટે નેટ-કોલિંગ માત્ર આટલા રૂપિયામાં

    બીએસએનએલે મોટો ધમાકો કર્યો છે. કંપનીએ હવે પોતાના યૂઝર્સને માત્ર 999 રૂપિયામાં એક વર્ષ માટે પ્રતિદિવસ 1GB ડેટા આપી રહ્યું છે. તે ઉપરાંત આ પ્લાનમાં 6 મહિના સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ફ્રિમાં આપવામાં આવી રહી છે. રિચાર્જ પહેલા 181 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને પ્રતિદિવસ 100 એસએમએસ મળશે. આમ 181 દિવસ બાદ કોલિંગ માટે તમારે ચાર્જ આપવો પડશે જોકે ઈન્ટરનેટ તો એકવર્ષ માટે ચાલતો રહેશે.

    તે ઉપરાંત BSNLએ પોતાના યૂઝર્સ માટે હાલમાં જ અન્ય એક KOOL ઓફર રજૂ કરી છે. આ ઓફર કંપનીના પ્રીપેડ યૂઝર્સ આપી છે. એરટેલ, વોડાફોન અને આઈડિયામાં પ્રતિદિવસે મળનાર ડેટાની લિમિટ છે. કંપનીએ પોતાની કૂલ ઓફરની સૌથી ખાસ વાત તે છે કે, આમાં કોઈ ડેલી ડેટાની લિમિટ નથી. આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા મળી રહ્યું છે. તે ઉપરાંત અનલિમિટેડ કોલિંગ પણ મળી રહ્યું છે. તે ઉપરાંત 100 એસએમએસ પણ પ્રતિદિવસે આપવામાં આવે છે. કંપનીએ આ પ્લાનની કિંમત 1099 રૂપિયા રાખી છે. એકવાત યાદ રાખજો કે, બીએસએનલના બધા પ્લાનમાં 3G ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

    આ ઓફર માત્ર ઓનલાઈન રિચાર્જ પર છે. BSNLએ કેટલાક સમય પહેલા જ પોતાના 186, 187, 349, 429, 485 અને 666 રૂપિયાના પ્લાનમાં ડેટા લિમિટ વધારી દીધી છે. સાથે જ કંપનીએ આ બધા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ફ્રિ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પ્રતિદિવસે 100 મેસેજ પણ આપવામાં આવે છે. 186 અને 187 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ માટે 1GB ડેટા આપવામાં આવે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Bsnl, Unlimited calling

    આગામી સમાચાર