માત્ર 700 રુપિયામાં કરાવો BSNLની લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ સેવા, સેટઅપ બોક્સ પણ ફ્રી

કંપનીના આ ટ્રિપલ પ્લે પ્લાનમાં ગ્રાહકોને 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાં ત્રણેય સેવાઓ ઓપ્ટિકલ ફાઇબર કેબલ હેઠળ ઉપલબ્ધ કરવામાં આવશે.

News18 Gujarati
Updated: September 2, 2019, 3:18 PM IST
માત્ર 700 રુપિયામાં કરાવો BSNLની લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ સેવા, સેટઅપ બોક્સ પણ ફ્રી
BSNનો નવો પ્લાન લોન્ચ
News18 Gujarati
Updated: September 2, 2019, 3:18 PM IST
ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલે જબરદસ્ત પ્લાન તૈયાર કર્યો છે. ટેલિકોમ ટોક પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ બીએસએનએલના સ્થાનિક કેબલ ઓપરેટરો સાથેની વાચચીત પૂર્ણ થઈ ગઈ છે. આ ભાગીદારી હેઠળ બીએસએનએલ તેના બ્રોડબેન્ડ ગ્રાહકોને કેબલ ઓપરેટરો તરફથી સેટઅપ બોક્સ પ્રદાન કરશે. ગ્રાહકોને બીએસએનએલ તરફથી લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ સેવા મળશે.

કિંમત વિશે વાત કરીએ તો બીએસએનએલે હજી સુધી સત્તાવાર રીતે તેના વિશે કંઇ કહ્યું નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના આ ટ્રિપલ પ્લે પ્લાનમાં ગ્રાહકોને 700 રૂપિયા ખર્ચ કરવા પડશે. આમાં ત્રણેય સેવાઓ ઓપ્ટિકલ ફાઇબર કેબલ હેઠળ ઉપલબ્ધ કરવામાં આવશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સેવાઓ કેબલ ટીવી સેવા પ્રદાતા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીએસએનએલ અને કેબલ ટીવી ઓપરેટરો ત્રણ જોડાણો વચ્ચે ઓએનટી ઉપકરણો ઉપલબ્ધ કરશે.બીએસએનએલે તેના બ્રોડબેન્ડ ગ્રાહકોને સેટટોપ બોક્સ પહોંચાડવા માટે શ્રીદેવી ડિજિટલ પ્રા.લિ. અને સાગા સિટી સોલ્યુશન્સ જેવા કેબલ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે.
Loading...

હાલમાં બીએસએનએલ દર મહિને 170 રૂપિયામાં લેન્ડલાઇન પ્લાન અને મહિને લગભગ 440 રૂપિયામાં બ્રોડબેન્ડ પ્લાન આવે છે. બાકીના સ્ટાન્ડર્ડ ટીવી ઓપરેટરોની વાત કરીએ તો હાલમાં ગ્રાહકોને દર મહિને 200 થી 300 રૂપિયા ચુકવવા પડે છે, તેની કુલ કિંમત 900 રૂપિયા જેટલી થાય છે. પરંતુ બીએસએનએલના આ ત્રિપલ પ્લાનમાં આ તમામ સેવાઓનો લાભ ફક્ત 700માં મળી શકે છે.
First published: September 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...