ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એકથી વધુ ઓફર કરી રહી છે. તેથી, તમે બીએસએનએલ (BSNL) ના યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે એક સારા છે. કારણકે કંપનીએ તેના નવા યૂઝર્સ માટે મેગા ઓફર શરુ કરી છે. જેમા રિચાર્જ કરાવવા પર 75% ડિસ્કાઉન્ટ મળશે.
આ રીતે ઉઠાવો ઑફરનો ફાયદો
ખરેખર, આ ઓફર માત્ર નવા યૂઝર્સો માટે છે. આ ઓફરનો લાભ લેવા માટે, તમારે પહેલા બીએસએનએલનું નવું સિમ મેળવવું આવશ્યક છે. ત્યારબાદ, જો તમે IOCL/HPCLના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહક છો, તો તેના પર મળનારા લાભ પર એક કૂપન આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે આ ઓફરનો લાભ લેવા માટે કરી શકો છો.
399 રુપિયા ધરાવતા પ્લાનની ખાસિયત
હકીકતમાં, ઓગસ્ટમાં બીએસએનએલએ તેના ગ્રાહકોને 399 રુપિયાનો પ્લાન રજૂ કર્યો હતો. તમે મેગા ઓફર હેઠળ રિચાર્જ કરો છો, તો તેના માટે તમારે માત્ર 100 રૂપિયા જ ચૂકવવા પડશે. એટલે જો તમે રૂ. 399 નું રિચાર્જ કરો છો, તો તમારે માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે.
રુપિયા 399ના પ્લાનમાં 74 દિવસ સુધી દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા અને દરરોજ 100 મસેજ મળશે. આ ઉપરાંત, તમે આપ્લાનમાં કોઈપણ નંબર પર અનલિમીટેડ કૉલ્સ કરી શકશો. આ પ્લાનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમે રોમિંગમાં કૉલ કરવાનો લાભ લઈ શકો છો
કંપની તરફથી શરૂ કરાયેલી મેગા ઓફર્સનો લાભ માત્ર સાત રાજ્યના યૂઝર્સ (ઉત્તરપ્રદેશ પૂર્વ અને પશ્ચિમ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરને જ લાભ મળશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર